Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

એડવોકેટની હત્‍યાના પ્રયાસમાં જસ્‍મીન માઢક સહિતના પાંચ આરોપી જેલહવાલે

રાજકોટ તા. ૩૦: રૈયા રોડ પર જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગરમાં રહેતાં એડવોકેટ તુષારભાઇ ગોકાણીના નાના ભાઇ એડવોકેટ રીપનભાઇ ગોકાણી, પિતા મહેશભાઇ ગોકાણી, તુષારભાઇના પત્‍નિ હેતલબેન અને પિત્રાઇ ગોૈરાંગ ગોકાણી તેમજ એક પડોશી પર મહિલા એએસઆઇના પતિ સહિતની ટોળકીએ કાળી સ્‍કોર્પિયોમાં આવી છરી, બેઝબોલના ધોકાથી હુમલો કરી આતંક મચાવી તેમજ રીપનભાઇનો સોનાનો ચેઇન લૂંટી લઇ તેને છરી ઝીંકવાનો પ્રયાસ કરી, તમંચો તાંકી મારી નાંખવાનો પ્રયાસ કરતાં પોલીસે રાયોટ, હત્‍યાની કોશિષ, ધાડ, આર્મ્‍સએક્‍ટનો ગુનો નોંધ્‍યો હતો. ઝડપાયેલા પાંચ આરોપીઓના રિમાન્‍ડ આજે પુરા થતાં કોર્ટમાં રજૂ કરાતાં તમામને જેલહવાલે કરાયા છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગર શેરી નં. ૭ ‘શ્‍યામગોવિંદ' નામના મકાનમાં રામેશ્વર મહાદેવ મંદિર સામે રહેતાં એડવોકેટ રીપનભાઇ મહેશકુમાર ગોકાણી (લોહાણા) (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી જસ્‍મીન માઢક અને બીજા છ થી સાત શખ્‍સો સામે આઇપીસી ૩૦૭, ૩૯૫, ૩૯૭, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧), બીએ તથા જીપીએક્‍ટ ૧૩૫ (૧) મુજબ રાયોટીંગ, હત્‍યાની કોશિષ, ધાડ અને તમંચો બતાવી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધી  જસ્‍મીન બાલાશંકરભાઇ માઢક (રહે. મહકાળી, નવલનગર-૩, મવડી રોડ), ભુપત લાલાભાઇ બાંભવા (રહે. નહેરૂનગર-૫, આશાપુરા મકાન સામે નાના મવા રોડ) તથા ભાવિન બહાદુરસિંહ દેવડા (રહે. નહેરૂનગર-૪, માલધારી ચોક, સાગર મકાન પાસે), ગોૈરાંગ ઉર્ફ નયન જયેશભાઇ શિયાળ (રહે. બાલાજી હોલ પાસે આવાસ ક્‍વાર્ટર) અને રવિ ઉર્ફ લાલો ઉપેન્‍દ્રભાઇ સોલંકી (રહે. શિવપાર્ક-૧, આજીડેમ ચોકડી)ને પકડી લીધા હતાં. એક સગીરને પણ પકડી બાળઅદાલતમાં રજૂ કર્યો હતો. સગીર સિવાયના પાંચ આરોપીઓના રિમાન્‍ડ મંજુર થયા હતાં. આજે રિમાન્‍ડ પુરા થતાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે થયા છે. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા અને સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)