Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

‘માટી બચાવો' ચળવળ સંદર્ભે કાલે રાષ્‍ટ્રીયશાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

ઇશા ફાઉન્‍ડેશન તથા ધ લાયન્‍સ કલબના સંયુકત ઉપક્રમે સવારે ૭-૩૦ વાગ્‍યે સમાજોપયોગી અભિયાન

રાજકોટ તા. ૩૦ ગ્‍લોબલ વોર્મિંગ, સીઝનમાં ફેરફાર પ્રદુષણમાં વધારો, આરોગ્‍યની વધતી સમસ્‍યાઓ વિગેરે સતત વધતું જાય છે .ત્‍યારે ‘માટી બચાવો' ચળવળ સંદર્ભે વૃક્ષારોપણ અનિવાર્ય બની જાય છે.

ઇશા ફાઉન્‍ડેશનના સ્‍થાપક શ્રી સદ્દગુરૂએ માટીના વિનાશને રોકવા માટે ‘માટી બચાવો' નામની વૈશ્વિક ચળવળ શરૂ કરી છે. જેના સમર્થનમાં ‘માટી બચાવો' ચળવળના સ્‍વયં સેવકો અને ધ લાયન્‍સ કલબ રાજકોટ પ્રાઇડના સહયોગથી વૃક્ષારોપણ સમાજોપયોગી કાર્યક્રમ સાથે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. આવતીકાલ તારીખ ૧ મે. ર૦રર, રવિવારના રોજ સવારે ૭-૩૦ વાગ્‍યે, રાષ્‍ટ્રીય શાળા, રાજકોટ ખાતે વૃક્ષારોપણનો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં સહભાગી થવા બંને સંસ્‍થાઓ તરફથી રાજકોટની જનતાનેજાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે .અત્રે એ ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણને હાલના સમયમાં સમાજ સેવાનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે.

(3:30 pm IST)