Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મનહર સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ તીનપત્તી રમતી મહિલાઓ સહિત ૬ ઝડપાયા

બીડીવીઝન પોલીસનો દરોડોઃ ૬ હજારની રોકડ કબ્‍જે : કુવાડવા પોલીસે માલીયાસણ પાસે વાડીમાં જુગાર રમતા ત્રણને દબોચ્‍યા

રાજકોટ તા. ૩૦ : આર.ટી.ઓ. ઓફીસ પાસે મનહર સોસાયટીમા મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી મહિલાઓ સહિત છ શખ્‍સોને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ. ઓફીસ પાસે મનહર સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા બીડીવઝન પોલીસ મથકના હેડ કોન્‍સ કેતનભાઇ નિકોલા અને પ્રકાશભાઇ ખાંભરાને બાતમી મળતા આર.ટી.ઓ. ઓફીસ પાસે મનહર સોસાયટી શેરી નં.૩ માં મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક જોશનાબેન મનસુખભાઇ રોલાવડા, હુડકો ચોકડી પાસે વિજયનગર-રના વર્ષાબેન મનસુખભાઇ ભટ્ટ, હુડકો ચોકડી પાસે નાબોદાનગર-૭ ના મીનાબા સામતભાઇ દયાતર, સપનાબેન પરબતભાઇ  બવ, કોઠારિયા રોડ ખોડલધામ સોસાયટીમાં અક્ષરાતીત કોમ્‍પ્‍લેક્ષમાં રહેતા ગીતાબેન દિપકભાઇ સિધ્‍ધપુરા, આશાપુરાનગર શેરી નં.૧૬ના જીતુ જેન્‍તીભાઇ લીંબાસીયાને પકડી લઇ રૂા.૬પ૦૦ ની રોકડ ચાર મોબાઇલ મળી રૂા.૧૩૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પી.આઇ.એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એમ. જાડેજા, એ.એસ.આઇ. સલીમભાઇ માડમ, હેડકોન્‍સ કેતનભાઇ, પ્રકાશભાઇ, મીતેષભાઇ, વિશ્વ જીતસિંહ, જાનકીબેન દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજી દરોડામાં કુવાડવા પોલીસ મથકના હેડ કોન્‍સ અજીતભાઇ લોખીલ, કોન્‍સ મુકેશભાઇ સલાડ તથા હેડ કોન્‍સ વિક્રમભાઇ ગરચરને બાતમી મળતા માલીયાસણ ગામ પાસે ઓલી વાડીમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાડી માલીક નીલેશ સુખાભાઇ કિસલા (ઉ.ર૮) (રહે. માલિયાસણ ગામ પાણીના ટાંકા પાસે), નવઘણ મશરૂભાઇ ગમારા (ઉ.૩૦) (રહે. નવુ બામણબોર ગામ મૂળ ચોટીલાના ડોસલી ગુના ગામ) તથા કુવાડવા રોડ સિધ્‍ધિ વિનાયક પાર્ક શેરી નં.૩ ના રણજીત કાનજીભાઇ વાઢેરને પકડી લઇ રૂા.૪૪,૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ.બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.આર.વાણીયા, હેડ કોન્‍સ અજીતભાઇ, વિક્રમભાઇ, અરવિંદભાઇ, કિશોરભાઇ, મુકેશભાઇ, દેવેન્‍દ્રસિંહ, વિરદેવસિંહ, રઘુવીરભાઇ તથા નિલેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:26 pm IST)