Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પાટણવાવના ભાડેર ગામે ૪ લાખની માટી અને બેલા ચોરી ગયા : પ સામે ફરીયાદ

રાજકોટ, તા., ૩૦: પાટણવાવના ભાડેર ગામે ખેતરમાંથી ૪ લાખની માટી અને બેલા ચોરી ગયાની પ શખ્‍સો સામે ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ભાડેર ગામે રહેતા વલ્લભભાઇ જયંતીભાઇ સાંગાણીએ તે જ ગામના ગંભીરસિંહ જીતુભા વાઘેલા,  દિગુભા જયવંતસિંહ વાઘેલા, રઘુવીરસિંહ જયવંતસિંહ વાઘેલા તથા કાનો ધર્મેન્‍દ્રસિંહ લેરૂભા વાઘેલા સામે પાટણવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીની બે વિઘા જમીનમાં ઉકત શખ્‍સોએ જેસીબી વડે ખોદકામ કરી આશરે ર૦૦ ટ્રેકટર માટી કિ.૪ લાખની ચોરી કરી ગયા હતા. તેમજ ગોડાઉનમાં રહેલ બેલા નંગ-૧૦૦ કિ. ૪૦૦૦ની ચોરી કરી ગયા હતા.

આ ફરીયાદ અન્‍વયે પાટણવાવ પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ જી.જે.ઝાલા ચલાવી રહયા છે. 

(1:04 pm IST)