Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા મે માસમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન

રાજકોટ,તા. ૩૦: યુવા સેના ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા આગામી તા. ૧૪-૫-૨૦૨૩ના નિરાધાર અનાથ દિકરીઓને કોઇ પણ જાતની ફી લીધા વિના જાતિ -જ્ઞાતિના ભેદભાવ વિના ૫ દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરાયું છે.આ સમૂહલગ્નમાં જોડાવા ઇચ્‍છતા દિકરીઓના માતા-પિતાઓએ સંસ્‍થાના કાર્યાલયે યુવા સેના ટ્રસ્‍ટ ‘સેવાભવન', ભોલેનાથ સોસાયટી શેરી નં.૪, અંકુર વિદ્યાલય મેઇન રોડ, ગુરૂપ્રસાદ ચોક, ખાતે રૂબરૂ સંપર્ક કરવો. તેમજ સંસ્‍થાની વધુ વિગત માટે યુવા સેના ટ્રસ્‍ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા મો. ૯૯૧૩૩ ૧૦૧૦૦ અને સંસ્‍થાના પ્રોજેકટ મેનેજર સોનલબેન વાછાણી મો. ૯૯૯૮૬ ૧૯૮૭૦ તથા યુવા સેના ટ્રસ્‍ટની ઓફિસ કાર્યાલય મો. ૯૮૨૫૧ ૩૨૦૨૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:02 pm IST)