Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ચાલો પુના...ઓશો આશ્રમ મુકત કરાવવા

ઓશો ઇન્ટરનેશનલ ગેધરીંગ–પુના દ્વારા માર્ચમાં ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોઃ ઓશો સંન્યાસીઓને મોટી સંખ્યામાં જોડાવવા સ્વામી સત્યપ્રકાશ દ્વારા અનુરોધઃ નામ નોંધણી

રાજકોટઃ ચાલો પૂના ઓશો આશ્રમ મુકત કરાવવા... ઓશો ઇન્ટરનેશનલ ગેધરીંગ–પૂના દ્વારા ૧૯થી ૨૧ માર્ચ વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

માં ધર્મ જયોતિ સ્વામિ ચૈતન્ય કિર્તી, માંધ્યાન આભા, માં પ્રેમ માધવી વગેરે વહિવટ સન્યાસીઓની આગેવાનીમાં ભારતભરમાંથી તથા વિદેશમાંથી અનેક હજારોની સંખ્યામાં ઓશો સંન્યાસી તથા પ્રેમીઓ ઉમટી પડશે. આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા ગુરુઋણ ચુકવવા સૌરાષ્ટ્રભરના ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ સત્યપ્રકાશ અનુરોધ કરે છે.

આ ભગીરથ કાર્યમાં સહભાગી થવાનો હોય છે પરંતુ આર્થીક તકલીફને હિસાબે ન આવી શકતા હોય તેવા મીત્રો માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાનમંદિરના મીત્ર મંડળે વ્યવસ્થા કરેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

૧૯થી ૨૧ માર્ચ, ત્રિ–દીવસીય કાર્યક્રમની વિગત આ પ્રમાણે છે. તા.૧૯ માર્ચ બપોરે ૪ વાગ્યે રજીસ્ટ્રેશન. સાંજે ૬થી ૭ ઉદઘાટન સમારોહ સ્વામિ ચૈતન્ય કિર્તીજી દ્વારા તા.૨૦ માર્ચ સવારે ૭થી ૮ પ્રભાતફેરી ઓશો આશ્રમ મુખ્ય દ્વારથી લેન નં.૬ સુધી સવારે ૮થી ૯ બ્રેકફાસ્ટ, સવારે ૯થી ૧૦ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન–માં સિધ્ધી તથા સ્વામી ધ્યાન હાઇકોર્ટ કાર્યવાહી માહીતી–સ્વામી સુનિલ સ્વામી, સવારે ૧૦.૩૦થી ૫ આશ્રમ મુખ્ય દ્વાર પર મૌન ધ્યાન, નાદબ્રહ્મ, હાસ્યધ્યાનમાં ધ્યાન આભા, સ્વામિ આત્મોનિનાદ, માંપ્રેમ રાબીયા દ્વારા, સાંજે ૭થી ૮ સભાગૃહ ખાતેમાં ધર્મજયોતિના સાનીધ્યમાં બેઠક, રાત્રે ૮.૩૦થી ૯.૩૦ રાત્રીભોજન સભાગૃહ ખાતે,

તા.૨૧ માર્ચ સવારે ૯થી સાંજે ૫ આશ્રમ મુખ્ય દ્વાર પર નાદબ્રહ્મ ધ્યાન, હાસ્ય, નૃત્યધ્યાન માધ્યાન નીરજા, માંઇશા સ્વામિ એકાંત, સ્વામિ તથાગત(નેપાલ), સાંજે ૭થી ૮ સભાગૃહ સંધ્યા મીટીંગ, માંધર્મ જયોતિ, સ્વામિ ચૈતન્ય કિર્તી, સ્વામિ સુનિલ મીરપુરી પત્રકાર વાર્તા માહિતીઃ સ્વામિ અનુરાગ, સ્વામિ ધ્યાન અમીન, પ્રતિભાવ–માં સિધ્ધી, સ્વામિ દેવઉર્જા, રાત્રે ૮.૩૦થી ૯.૩૦ રાત્રી ભોજન બાદ સમાપન

ઉપરોકત કાર્યક્રમમાં સહભાગી થવા માટે તથા વિશેષ માહિતી માટે સ્વામિ સત્યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦, કુલદિપ (સ્વામિ ધ્યાન અનુરાગ) ૯૮૯૮૯ ૮૦૪૪૦, ડોે.સંજય રાજયગુરુઃ ૯૪૦૯૭ ૫૨૪૭૧(સ્વામી સહજ સંગીત)

(4:55 pm IST)