Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભીલવાસમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

જાહીર કાદરમીયા, હુસેન કટારીયા અને અમઝદ પોઠીયાની ધરપકડ

રાજકોટ તા. ૩૦: ભીલવાસમાં પ્રનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પ્રદ્યુમન નગર પોલીસ મથકના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, અજીતસિંહ, પરમાર, અરવીંદભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભીલવાસ શેરી નં. ૪ માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સદર બજાર કચ્છી શેરીમાં રહેતો જાહીર હુશેનભાઇ કાદરમીયા (ઉ.વ. ૩૦), ભીલવાસ શેરી નં. ૪નો હુશેન અહેમદભાઇ કટારીયા (ઉ.વ. ૩૦) અને અમઝદ ગફારભાઇ પોઠીયા (ઉ.વ. ૩૬) ને પકડી લઇ રૂ. પ૧૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:34 pm IST)