-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
સાંજે PDM કોલેજ સામેના મેદાનમાં યોજવામાં આવેલ સ્નેહમિલન કાર્યક્રમ રદ્દ કરાયોઃ કોંગ્રેસની ફરીયાદ
સાંજે પ વાગ્યે જાહેર પ્રચાર બંધ થાય છેઃ કોંગ્રેસના જીજ્ઞેસ જોષીએ ફરીયાદ કરી : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના નામથી યોજાયેલ કાર્યક્રમ ભાજપના ઉમેદવાર રમેશભાઇના સમર્થનમાં યોજાયો છે

રાજકોટ તા. ર૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર અને એડવોકેટ જીજ્ઞેશ એમ.જોષીએ રાજકોટ - ૭૦-બેઠકના ચૂંટણી અધિકારીને ફરીયાદ અરજી પાઠવી ચૂંટણી આદેશ આચારસંહિતા નિયમનો ભંગ થતો અટકાવવા માંગણી કરી છે.
ફરીયાદમાં જણાવ્યું છે કે, આગામી તા.૧/૧ર/રર ના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે આજે સાંજે પ કલાકથી તમામ પ્રકારની જાહેર મીટીંગ / સભાઓ પર ચૂંટણી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ પ્રતિબંધ લાગુ થાય છ.ે આજરોજ સાંજે ૬ કલાકે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટના નામથી સ્નેહ મિલન કાર્યક્રમ તા. ર૯/૧૧/ર૦રર મંગળવારે પી.ડી.માલવીયા કોલેજ સામેના મેદાન રાજકોટ ખાત ેભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ ટીલારાના સમર્થનમાં યોજવામાં આવેલ છે. જેની પત્રીકા આ અરજી સાથે સામેલ છે. અને આ કાર્યક્રમ ભાજપના (બીજેપી)ના સમર્થનમાં યોજાય છે તેવી વાતચીતનો વ્હોટસઅપ સ્કીનશોટ પણ આ અરજી સાથે સામેલ છે.
વિનંતી છે કે, આજરોજ સાંજે પ કલાકે પછીની કોઇપણ મીટીંગ કાયદાકિય દૃષ્ટિએ ગરકાયદેસર હોવાથી આ પ્રકારની મીટીંગ ન થવા દેવા વિનંતી છે.