Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કેનેરા બેંક દ્વારા કલસ્‍ટર કેમ્‍પ

રાજકોટઃ કેનેરા બેંક રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં ૧૧૭ વર્ષથી ઝળહળતી અને ૯,૭૦૦ થી વધુ શાખાઓ  અને ૧૦,૮૦૦ થી વધુ  એટીએમ શ્રૃંખલા ધરાવતી સૌથી રાષ્‍ટ્રીયકૃત બેંકમાંથી  ત્રીજી સૌથી મોટી રાષ્‍ટ્રીયકૃત બેંક છે.  ૧૨ કરોડથી વધુ ગ્રાહકો  છે કેનેરા બેંક પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા તાજેતરમાં વિવિધ ૪૮ શાખાઓમાં એમએસએમઇ કેમ્‍પનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે સર્કલ હેડ અને જનરલ મેનેજર શ્રી શંભુલાલ અને અગસ્‍તશ્રીની હાજરીમાં શ્રી અમિતમિત્તલ સાહેબ, ડી.જી.એમ. સર્કલ ઓફીસ, શ્રી કે.પી.પંત, એ.જી.એમ.,રીજીયોનલ કચેરી, રાજકોટ અને શ્રી એસ.સી.ભોઇ , એ.જી.એમ. ની ઉપસ્‍થિતીમાં કાગળ, મત્‍સ્‍યોદ્યાગ,  લાકડા, ઇલેક્‍ટ્રોનિક વસ્‍તુઓ, જહાજ નિર્માણ ઉદ્યોગના ઉદ્યોગપતિઓને બેંક  દ્વારા પીઅર બેંક રેટ, ભાવની ચર્ચા વગેરેની વિસ્‍તૃત સમજણ આપી હતી. ચર્ચાના અંતે કેનેરા બેંકે ૧૯૩ કરોડના બિઝનેસ લીડ મેળવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે. શ્રી અરિહંત એડ.

(4:05 pm IST)