Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સ્‍ટેટ પેરાલીમ્‍પીક એથ્‍લેટીકસમાં ૬ મેડલજીતી રાજકોટનું ગૌરવ વધારતા દિવ્‍યાંગો

રાજકોટ તા. ર૯: યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧પ વર્ષથી સતત દીવ્‍યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવવાના પ્રયત્‍નો થઇ રહ્યા છે. તે અનુસંધાને તા. ૧૮/૧૧/ર૦રર શુક્રવાર અને તા. ૧૯/૧૧/ર૦રર શનિવારના રોજ પેરા સ્‍પોર્ટ્‌સ એસોસીયેશન ગુજરાત દ્વારા આયોજિત ૪પમી રાજયકક્ષા પેરાલીમ્‍પીકની એથ્‍લેટીકસની સ્‍પર્ધા નડિયાદ ખાતે યોજાયેલ હતી જેમાં સંસ્‍થાના દીવ્‍યાંગોએ ૬ મેડલ મેળવ્‍યા હતા.

પ્રજ્ઞાચક્ષુઓમાં ટી ૧૧ બાલાસરાએ જયશ્રીએ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ પદક મેળવેલ છે. ૧૦૦ મીટર દોડમાં ઓર્થોપેડિક દિવ્‍યાંગોમાં ટી ૪૪ સિનિયર કેટેગરીમાં નિલેશ રાઠોડે પ્રથમ પદક મેળવેલ છે. સેરેબલ પાલ્‍સી દિવ્‍યાંગોમાં ટી ૩૬ સિનિયર કેટેગરીમાં હેમાલી વ્‍યાસે ૧૦૦ મીટર દોડમાં દ્વિતિય પદક મેળવેલ છે. તેમજ ટી ૩૬માં ર૦૦ મીટર દોડમાં દ્વિતિય પદક મેળવેલ છે.

ઉપરાંત હેમાલી વ્‍યાસે ગોળાફેકની સ્‍પર્ધામાં એફ ૩૬ કેટેગરીમાં ગોળાફેક દ્વિતીય પદક મેળવેલ છે. લોંગ જમ્‍પમાં પ્રજ્ઞાચક્ષુઓમાં ટી ૧૧ સિનિયર કેટેગરીમાં બાલાસરાએ જયશ્રીએ દ્વિતીય પદક પ્રાપ્‍ત કરેલ છે. આ પ્રમાણે સંસ્‍થાના દિવ્‍યાંગોએ ર ગોલ્‍ડ અને ૪ સિલ્‍વર સહિત ૬ રાજયોના મેડલ મેળવેલ જે બદલ સંસ્‍થાના પ્રમુખ શૈલેષ પંડયાએ તમામ દિવ્‍યાંગ વિજેતાઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

(4:05 pm IST)