Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ પોલીસે લીધા ભ્રષ્ટાચાર નિર્મુલનના શપથ

રાજકોટઃ પ્રજામાં ભ્રષ્ટાચાર વિરૃધ્ધ જનજાગૃતિ લાવવા કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા ૨૭/૧૦ થી ૨/૧૧ સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત પોલીસ કમિશનર કચેરી ખાતે આજે કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહના શપથ લીધા હતાં. નિષ્ઠાપુર્વક કામગીરી અને પારદર્શિતા લાવવા પ્રયત્નશીલ રહેવાના તેમજ ભ્રષ્ટાચાર નિર્મુલન માટે અવિરતપણે કામ કરવાના શપથ લેવાયા હતાં.

(3:40 pm IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST