Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કાલે ઇદે મિલાદ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સૂફી સંગીત-સંધ્યા ધ્યાન, કુરાની વાની પ્રવચન

સરકારી નિયમ આધીન કાર્યક્રમ યોજાશે

રાજકોટ : સપુંબ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના સુત્ર ઉત્સવ આપાર નીતિ આનંદ આધાર ગોત્રે ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબીરો ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભકત-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોમાં ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ચોવીસ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર  છેલ્લા ૩પ વર્ષથી અવાર નવાર ઉત્સવો ઉજવવામાં આવે છે.

આવતીકાલે તા. ૩૦ ના શુક્રવારના રોજ ઇદે મિલાદ નિમિતે સાંજના ૬.૪પ થી ૭.૪પ દરમ્યાન સુફી સંગીત સંધ્યા ધ્યાન તથા કુરાન વાનીના કાર્યક્રમનું આયોજન સરકારી નિતી-નિયામો ને આધિન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં સહભાગી થનારે આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવાની રહેશે. માસ્ક કમ્પલસરી તથા સનેટરાઇઝ કરીને પ્રવેશ આપવામાં  આવશે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી સ્વામી સત્ય પ્રકાશઃ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:32 pm IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST