Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મહિકા પાસે પથ્થરની ખાણમાં પાણી કાઢવાના મશીનમાં આવી જતા ગોધરાના મજુરના ધડ-માથુ નોખા

લોકડાઉન લીધે બંધ ખાણ અઠવાડીયા પહેલા જ ચાલુ થઇ'તીઃ બુધીયો નાયક અઠવાડીયા પહેલા જ કાકા સાથે કામ કરવા માટે આવ્યો હતો

રાજકોટ તા. ર૯ : મહિકા ગામ પાસે ગઢકા રોડ પર આવેલી પથ્થરની ખાણમાંથી પાણી કાઢવા માટે મુકેલા મશીનના પટ્ટામાં આવી જતા ગોધરાના મજુરનું ઘડ અને માથુ અલગ થઇ જતા કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મહિકા ગામ પાસે ગઢકા રોડ પર આવેલી પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાઇ ગયું કોઇ તેથી ટ્રેકટરમાં મશીન મુકી પાણી કાઢતી વખતે મશીન બંધ ન થાય તેથી તેનું ધ્યાન રાખવા માટે મશીનની બાજુમાં ગોધરાનો મજુર બુધીયો નવલભાઇ નાયક (ઉ.રર) બેઠોહતો ખાણમાંથી પાણી જોવા જતા તેણે પહેરેલી સાલ મશીનના પટ્ટામાં આવી જતા મજુર બુધીયા નાયકનું માથુ આવી જતા ઘડ અને માથુ નોખા થઇ ગયા હતા બનાવ બનતા દેકારો બોલી ગયો હતો અને આસપાસ કામ કરતા મજુરો દોડી આવ્યા હતા. અને જાણ કરતા ૧૦૮ ના ઇએમટી ભાવેશભાઇએ તેનુ મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ સવજીભાઇ બાલાસરા સહિતે સ્થળ પર પહોંચી મજુરના મૃતદેહને ફોરેન્સીક પીએમ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડયો હતો મૃતક બુધીયો પાંચ દીવસ પહેલા તેના કાકા સાથે મજુરી કામ કરવા માટે આવ્યો હતો અને લોકડાઉનના કારણે ખાણ બંધ હતી. અઠવાડીયા પહેલાજ ખાણ ચાલુ થઇ હતી વરસાદના કારણે ખાણમાં પાણી ભરાઇ ગયુંહોઇ તેથી ટ્રેકટરમાં મશીન મુકી પાણી કાઢવાનુ કામ ચાલુ હતું અને બુધીયો મશીન બંધ ન થાય તેનું ધ્યાન રાખવા માટે બેઠો હતો.

(2:43 pm IST)