Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઉપલેટાના કોલકીમાં વાડીમાં જુગારનો હાટડો ચાલતો'તોઃ ૯ પતાપ્રેમી પકડાયા

જીતેન્‍દ્ર ગોધાણી જુગાર રમાડતો'તો : પી.આઇ કે.કે.જાડેજાની ટીમનો દરોડો

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે

રાજકોટ, તા.૨૯: ઉપલેટા પોલીસે કોલકી ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતા ૯ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી દારૂ જુગારની બંદી સંપુર્ણ નેસ્‍તનાબુદ કરવા આપેલ સુચના અન્‍વયે પોલીસ ઇન્‍સપેકટર કે.કે.જાડેજા ઉપલેટા તથા સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે કોલકી ગામની સીમમાં અમીત જેન્‍તીભાઇ માકડીયાની વાડીમાં આવેલ ગોડાઉનના ઉપરના માળે આવેલ મકાનમા જીતેન્‍દ્ર દામજીભાઇ ગોધાણી રહે. કોલકી તા.ઉપલેટાવાળો બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા રેઇડ કરી જુગાર રમતા ૯ શખ્‍સોને રોકડા રૂા.૮૧,૬૦૦/ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં (૧) જીતેન્‍દ્ર દામજીભાઇ ગોધાણી રહે. કોલકી, ગૌશાળા પ્‍લોટ (૨) ઉમેશ ગીરધરભાઇ સિણોજીયા રહે.કોલકી, ખરાવાડ પ્‍લોટ (૩) પ્રશાંત ચિમનભાઇ સંતોકી રહે. કોલકી, બસ સ્‍ટેન્‍ડ પાસે (૪) ચિમન નાથાભાઇ ચાવડીયા રહે.વચલા કલારીયા, રામાપીરના મંદીર પાસે (૫) ગોપાલ ઉર્ફે બોદુ અરજણભાઇ મકવાણા રહે. ગઢાળા (૬) પ્રદીપસિંહ નાથુભા જાડેજા રહે. ભાંખ (૭) દીપક જેન્‍તીભાઇ ભોજાણી રહે. ભાયાવદર, મયુરનગર (૮) અનિલકુમાર લક્ષ્મીદાસ માંકડીયા રહે. કોલકી, ખરાવાડ પ્‍લોટ (૯) અમિત ઉર્ફે લાલો જેન્‍તીભાઇ માકડીયા રહે કોલકી, શાંતીનગર સોસાયટી તા.ઉપલેટાનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં ઉપલેટા પોલીસના પો.હેડ કોન્‍સ હરદેવસિંહ ચુડાસમા, પો.કોન્‍સ. રઘુભાઇ ઘેડ, વાસુદેવસિંહ જાડેજા, દિનેશભાઇ ગોંડલીયા, સત્‍યપાલસિંહ જાડેજા, નિશાંતભાઇ પરમાર, અમરદિપભાઇ સુવા તથા ડ્રા. પો.કોન્‍સ. જીતેન્‍દ્રભાઇ સારીખડા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(4:41 pm IST)