Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જૈન કન્‍યા સુસંસ્‍કાર તીર્થ ખાતે રવિવારે પાંસઠીયા જાપ આગમ શોભાયાત્રાઃ પ્રશ્ન મંચઃ ભાવપૂજન

આગમદિવાકર પૂ.જનકમુનિ મ.સા. પ્રેરિત

રાજકોટ તા. ર૯ : ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્‍ટ્ર કેસરી પંડિતરત્‍ન પ.પૂ. પ્રાણાલાલજી મ.સા.એવમ તપસમ્રાટ પૂ. ગુરૂદેવશ્રી રતિલાલજી મ.સા.ના પટ્ટધર સુશિષ્‍યરત્‍ન આગમ દિવાકર પૂ. ગુરૂદેવશ્રી જનકમુનિ મ.સા.ની હાજરીમાં અને તેઓશ્રીના સ્‍વમુખેથી નવરાત્રીના નવલા દિવસોના દરેક વર્ષના પ્રથમ રવિવારના થયેલા મહાપ્રભાવક પાંસઠીયા યંત્રરાજના સામુહિક જાપ આરાધનાનું દિવ્‍ય આયોજન ધર્મનગરી રાજકોટમાં ચાતુર્માસ કલ્‍પ અર્થે બિરાજતા શાસનચંદ્રિકા પૂ. હીરાબાઇ મ.સરળ સ્‍વભાવી પૂ. વિજયબાઇ મ., વિનયપ્રજ્ઞા પૂ. સાધનાબાઇ મ., સુદીર્ધ તપસ્‍વી વનીતાબાઇ મ.-પૂ. દીક્ષિતાબાઇ મ.-પૂ. રાજેમતીબાઇ મ., સદાનંદી પૂ. સુમતિબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. વિનોદીનીબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. મનીષાબાઇ મ., પ્રવચન પ્રભાવિકા પૂ. હસ્‍મિતાબાઇ મ., મધુર વ્‍યાખ્‍યાતા પૂ. સુનિતાબાઇ મ., પ્રવચન પ્રભાવિકા પૂ. રૂપાબાઇ મ.એવમ ્‌ પૂ. ડુંગર દરબારના સર્વે પૂ. મહાસતીજીશ્રીઓના પરમ સાંનિધ્‍યે અને શ્રી વર્ધમાન સેવા સંઘ સંચાલિત આગમદિવાકર પૂ. ગુરૂદેવશ્રીનું સાકાર થયેલ સ્‍વપ્‍ન અને ગુરૂકૃપાશિષે ૯૬ છાત્રાઓ અભ્‍યાસ અર્થે પ્રવેશ મેળવેલ છે તે જૈન કન્‍યા સુસંસ્‍કાર તીર્થના સ્‍મૃતિભવન મધ્‍યે તા.ર-૧૦ને રવિવારના સવારે ૯ થી ૧ર કલાકે મહાપ્રભાવક એવા પાંસઠીયા યંત્રરાજના જાપ, આગમ પ્રશ્નમંચ આગમભાવપૂજનનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.

 આ પ્રસંગે તા.ર રવિવારના સવારના ૭ કલાકે શ્રી સાધના આરાધના ટ્રસ્‍ટ રાજગીરી ઉપાશ્રય મિલાપનગર મેઇન રોડ, ઇનોવેટીવ સ્‍કુલ પાસેથી વિનયપ્રજ્ઞા પૂ. સાધનાબાઇ મ.-સંગીતાબાઇ મ. આદી ઠા.ના દર્શન કરી તેઓશ્રીના શ્રી મુખેથી માંગલિક શ્રાવણ કરી પ્રભાવના લઇને આગમ શોભાયાત્રાનો પ્રારંભ થશે.

આગમ શોભાયાત્રામાં જોડાયેલ માત્ર પદયાત્રી ગુરૂભકત ભાઇઓ બહેનો માટે કન્‍યા છાત્રાલયે નવકારશી કરાવવામાં આવશે. આ રૂટમાં ગમે તે સ્‍થળે માત્ર પદયાત્રીઓનેબહુમાનનું કવર તથા નવકારશીનો પાસ આપવામાં આવશે.

પાંસઠીયા યંત્રરાજના જાપ ૯ કલાકે શરૂ થશે. આ જાપમાં આવનાર ભાઇઓએ શ્વેત વષા અને બહેનોએ શુકનવંતા લાલ અને લીલા કલરની બાંધણી પહેરીને ત્રિરંગી સામાયિકમાં જોડાઇ શકશે. જાપ પૂર્ણ થયા બાદ ૩ર આગમના નામ આધારીત પ્રશ્નમંચનું આયોજન સવારના ૧૦-૩૦ થી ૧૦-પ૦ સુધી કરેલ છે ત્‍યારબાદ આગમ સમવશરણનું અનાવરણ કર્યા બાદ આગમજ્ઞાન ભાવપૂજન કરાવવામાં આવશે.

ગૌતમપ્રસાદ તથા પ્રભાવના

શ્રી જૈન કન્‍યા સુસંસ્‍કાર તીર્થ મધ્‍યે પદયાત્રીઓને તેમજ સીધા સવારના ૯ પહેલા આવનારને પ્રભાવનાનું કવર તથા નંબર સાથેનો ગૌતમપ્રસાદનો પાસ આપવામાં આવશે. તેમ શ્રી વર્ધમાન સેવા વતી ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે.

(4:40 pm IST)