Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

બોલીવુડના એકશન સીનને ટક્કર આપે તેવું ગુજરાતી મુવી ધમણ (ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર

આ ફિલ્‍મ ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્‍નડ, ભોજપુરી અને હિન્‍દીમાં આવી રહી છેઃ દેશદાઝથી ભરેલી આ ફિલ્‍મ યુવાધનમાં રાષ્‍ટ્રભાવનાને પ્રબળ બનાવશે

રાજકોટઃ ધમણ (ધ સેવિયર) ગુજરાતી ફિલ્‍મના નિર્માતા શોભના ભૂપત બોદર, શિવમ બોદરની એક યાદીમાં જણાવ્‍યુ હતુ કે ગુજરાતી ફિલ્‍મ જગતના ઇતિહાસ પર નજર નાખતા તેના ભવ્‍ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતા નથી. ભારતીય ફિલ્‍મ જગતના ઈતિહાસને જેમ ગુજરાતી ફિલ્‍મોનો ઇતિહાસ પણ ભવ્‍યાતિભવ્‍ય છે. ઘણા નાના-મોટા કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે.

નરેશ કનોડિયા, સ્‍નેહલતા, રમેશ મહેતા, ફિરોઝ ઇરાની, ઉપેન્‍દ્ર ત્રિવેદી જેવા કલાકારો આજે પણ લોકોના માનસપટ પર જીવંત છે. અને આજે ઘણા પ્રતિભાશાળી કલાકારો ગુજરાતી ફિલ્‍મનું ભવિષ્‍ય ઉજ્જવળ બને તે માટે ગુજરાતી ફિલ્‍મમાં પોતાનું કૌવત ઝળકાવી રહ્યા છે ત્‍યારે પ્રતિષ્‍ઠિત બેનર ‘શિવમ જેમિન એન્‍ટરપ્રાઇઝ પ્રા.લિમિટેડ પ્રસ્‍તુત શોભના ભૂપત બોદર દ્વારા નિર્મિત, વૃંદા બ્રહ્મભટ્ટ દ્વારા સહ-નિર્માતા, બંટી રાઠોડે લખેલા સંવાદોથી મઢેલુ અને નસીમ અહેમદ દ્વારા નયનરમ્‍ય સિનેમેટોગ્રાફીથી અંકિત થયેલુ ‘ધમણ (ધ સેવિયર)નું દિગ્‍દર્શન રાજન આર વર્મા દ્વારા કરવામાં આવ્‍યુ છે, જેમણે વર્ષ ૨૦૨૧માં ગુજરાતી બ્‍લોકબસ્‍ટર મૂવી ‘જેસુ જોરદાર‘નું દિગ્‍દર્શન કર્યુ હતુ જે હાલમાં એમેઝોન પ્રાઇમ પર ટ્રેન્‍ડ કરી રહી છે. અને તો છ ભાષાઓમાં સૌથી મોટા એકશન પેકડ ફેમિલી એન્‍ટરટેઇનર તરીકે રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે.

શોભના બોદર એ જણાવ્‍યુ હતુ કે ધમણ (ધ સેવિયર) આ એક દેશદાઝ થી ભરેલા જાંબાઝ સૈનિકની વાર્તા છે કે જેના માટે રાષ્‍ટ્ર, મિશન, દુશ્‍મનો પ્રેમ અને પરિવાર માત્ર લાગણીઓ નથી તે એક પ્રતિબધ્‍ધતા છે દેશના સ્‍વમાન માટે પોતાના જાનની બાજી લગાવતા પણ અચકાો નથી તેવા દેશના જવાનની જવામર્દીને ફિલ્‍મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ત્‍યારે આ દેશદાઝ થી ભરપુર ચલચિત્ર આજના યુવાધનમાં રાષ્‍ટ્રભાવનાને પ્રબળ બનાવાશે. તેમજ બોલીવુડના એકશન શીન ટક્કર આપે તેવું ગુજરાતી મુવી ધમણ (ધ સેવિયર) જોવા દર્શકોમાં ઉત્‍કંઠા વ્‍યાપી ગયેલ છે. ત્‍યારે ધમણ (ધ સેવિયર) ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્‍નડ, ભોજપુરી અને હિન્‍દીમાં આવી રહ્યું છે. અને ગુજરાતી સીનેમાના ઇતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે.

દેશદાઝથી થસ ભરેલી ધમણ(ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવશે અને પારિવારિક મનોરંજન ફિલ્‍મ નિહાળી સન્‍માનની લાગણી  અનુભવશે.

આ ફિલ્‍મના કલાકારો આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંત દેસાઇ, ભાવીની જાની, કિશન ગઢવી, નિલેશ પંડયા, વગેરે એ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્‍મના ટ્રેલર લોન્‍ચ સમયે ધમણ ફિલ્‍મની ટીમ રાજકોટમાં ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત ચારેય ઝોન (ઇસ્‍ટ, વેસ્‍ટ, નોર્થ, સાઉથ ) તથા સુરભીના ગરબા મહોત્‍સવમાં આજરોજ ઉપસ્‍થિત રહી રંગીલા રાજકોટના ખેલૈયાઓ સાથે ધુમ મચાવશે અને ખેલૈયાઓનો ધુમ મચાવશે અને ખેલૈયાઓ ઉત્‍સાહ વધશે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:35 pm IST)