Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી રાજુભાઇ પરમારને વિજય વાંકે લાકડી ફટકારી

લક્ષ્મીનગરના નાલા પાસે બનાવઃ પ્રૌઢને ધમકી આપી અપમાનીત કરતા વિજય સામે એટ્રોસીટી

રાજકોટ તા. ર૯ : લક્ષ્મીનગરના નાલા પાસે આવેલ ગોલ્‍ડન કોઇન સોસાયટીમાં રહેતા પ્રૌઢને ઘર પાસે રહેતા શખ્‍સે આવીને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી લાકડી વડે માર મારી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોલ્‍ડન કોઇન સોસાયટી શેરી નં. ૧માં રહેતા રાજુભાઇ રામજીભાઇ પરમાર (ઉ.પર) એ માલવીયાનગર પોલીસમાં ઘર પાસે રહેતા વિજય વાંક સામે ફરીયાદ નોંધાવી છે. રાજુભાઇએ ફરીયાદમાં જણાવ્‍યા મુજબ પોતે મેટોડા ખાતે વી.કે.ઇન્‍ડસ્‍ટ્રીયલ કોર્પોરેશનમાં નોકરી કરે છે પોતાને સંતાનમાં બે દિકરી અને એક દીકરો છે આજે સવારે પોતે બંને દિકરીઓ વિરાણી ચોક પાસે ગરબામાં રમવા ગઇ હોઇ, તેને તેડવા માટે પોતે ઘરેથી વિરાણી ચોકમાં જવા નિકળ્‍યા ત્‍યારે પોતાના ઘરથી થોડે આગળ રહેતો વિપુલ વાંક સામેથી આવી અને પોતાની ગાડી આડ ેતેની ગાડી નાખી તે ગાડીમાંથી ઉતરી પોતાની પાસે આવી બાઇકની ચાવી કાઢી લીધી બાદ તેણે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ગાળો આપવા લાગ્‍યો હતો અને તેના વાહનમાંથી કોઇ ધાતુથી મઢેલી લાકડી કાઢી પોતાને મારમારવા લાગેલ પોતે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા પોતે નીચે પડી ગયા બાદ વધુ મારથી બચવા માટે થોડે દુર જઇ ત્‍યા ઉભેલા માણસોને પોતાના ઘરનુ સરનામુ આપતા તેણે ઘરે જઇ જાણ  કરતા પત્‍ની બનાવ સ્‍થળે આવી ગયા બાદ પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયા હતા આ બનાવમાં પંદર દિવસ પહેલા પોતાની દીકરીને આ વિપુલ વાંકે કહેલ કે ‘  તું શુંકામ મારી સામે મોઢુ બગાડે છે અને કાતર મારીને જોવે છે' તેમ કહી ગાળો આપી મારવા દોડેલ જે વાતની પત્‍નીએ જાણ કરવા પોતે વિપુલને સમજાવવા જતા ઝઘડો થયો હતો.

 જે બાબતનો ખાર રાખી તેણે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે માલવીયા નગર પોલીસે વિપુલ વાંક સામે એટ્રોસીટી એકટ હેઠળની કલમ હેઠળ ગુન્‍હો દાખલ કરી એ.એસ.આઇ. વી.જી.બોરીચાએ તપાસ આદરી છે.

(4:31 pm IST)