Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મારૂતિનંદન નગરમાં નાની બાળાઓ દ્વારા માતાજીની આરાધનાઃ એડવોકેટ અંશ ભારદ્વાજના હસ્‍તે ઉદ્‌ઘાટન

રાજકોટઃ માલવીયાનગર પોલસ ચોકીની સામેની શેરીમાં આવેલ, મારૂતીનંદન નગર શેરી નં.૧ ખાતે મારૂતીનગર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રીમાં નાની- નાની ૪૦ દિકરીઓ માતાજીના ગરબાની રમઝટ બોલાવી રહી છે. ૧૨ વર્ષની સુધીની દિકરીઓ રાસ- ગરબા રમે છે અને કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. પ્રથમ નોરતે આ ગરબીનું દિપ પ્રાગટય સુપ્રસિધ્‍ધ ધારાશાષાી શ્રી અભયભાઈ ભારદ્વાજના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ (એડવોકેટ) અને શ્રીમતી ધારીની અંશ ભારદ્વાજ તથા અંશભાઈના મોટા બહેન શ્રી અમૃતા કાર્તિકભાઈ મહેતા (એડવોકેટ- ગુજરાત હાઈકોર્ટ) દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે રેવન્‍યુ ક્ષેત્રના સીનીયર એડવોકેટ અને નોટરી તેમજ હળવદ સમસ્‍ત બ્રહ્મ સમાજ- રાજકોટ (હળવદ બ્રહ્મ મિત્ર મંડળ)ના પ્રમુખ શ્રી જયેશભાઈ જાની હાજર રહયાં હતા.

આ ગરબા મહોત્‍સવને સફળ બનાવવા શ્રી ઓમ શિવા યુવાગ્રુપ- રાજકોટ પ્રમુખ ગાયક કલાકાર કૌશિક મહેતા (વોઈસ ઓફ હેમુ ગઢવી), દજુભા વાઘેલા, યુવરાજસિંહ વાળા, પ્રદ્યુમનસિંહ વાઘેલા, જયપાલસિંહ ઝાલા, પિન્‍ટુભા ઝાલા, ગોબરભાઈ પટેલ, દામજીભાઈ શીંગાળા, અતુલભાઈ પૂરોહીત, શ્રીમતી રીતુ કૌશિક મહેતા, કુ.નિરલ કૌશિક મહેતા જહેમત ઉઠાવી રહ્યાં છે.

(4:06 pm IST)