Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોદીના હસ્‍તે ૧૯મીએ ૩ બ્રિજ અને ‘લાઇટ હાઉસ આવાસ' લોકાર્પણ

હોસ્‍પિટલ ચોક, રામાપીર ચોકડી અને નાનામવા રોડ પરનો ઓવરબ્રિજ ખૂલ્લો મૂકાતા વાહન વ્‍યવહારમાં સરળતા રહેશે

રાજકોટ તા. ર૯ : શહેરની ટ્રાફીક સમસ્‍યા હળવી કરવા મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા હોસ્‍પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોકડી તથા જડુસ ચોક, કે.કે.વી ચોકમાં ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છ.ે તે પૈકી હોસ્‍પિટલ ચોક, નાનામવા તથા રામાપીર ચોકડી ઓવર બ્રિજનું લોકાર્પણ તથા સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં બની રહેલ લાઇટ હાઉસ આવાસ પ્રોજેકટનુ લોકાર્પણ તા.૧૯મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરવામાં આવશે.

હોસ્‍પિટલ ચોક ફોરલેન ફલાય ઓવરબ્રિજમાં સર્વિસ રોડની પહોળાઈ ૬ મીટરની અને બને તરફ ફૂટપાથ, જામનગર રોડ તરફ ૮ સિંગલ પીઅર તથા બે જગ્‍યાએ ફોર પીઅર એમ કુલ ૧૬ નંગ, અમદાવાદ રોડ તરફ ૧૦ સિંગલ પીઅર તથા બે જગ્‍યાએ ફોર પીઅર એમ કુલ ૧૮ નંગ, જયુબેલી ગાર્ડન તરફ ૬ સિંગલ પીઅર તથા બે જગ્‍યાએ ફોર પીઅર એમ કુલ ૧૪ નંગ, હોસ્‍પિટલ ચોક પર હેક્‍સાગોનલ ગ્રીડમાં કુલ-૨૨ નંગ અને સેન્‍ટરમાં ૧ પીલર તથા નાનામવા અને રામાપીર ફલાયઓવરબ્રિજમાં સર્વિસ રોડની પહોળાઈ ૬ મીટરની અને બને બાજુ ફૂટપાથ તથા બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા, કુલ લંબાઈ ૬૩૦.૦૦ મીટર, ટુ લેન પહોળાઈ ૮.૪૦ મીટર, ગ્રાઉન્‍ડથી હાઈટ ૫.૫૦ મીટર, સ્‍લોપ ૧.૩૦ રહેશે.

ઉપરોક્‍ત તમામ બ્રિજ કાર્યરત થતા શહેરમાં ટ્રાફિકની સમસ્‍યા ખુબ જ હળવી થશે.

લાઇટ હાઉસ પ્રોજેકટ

કેન્‍દ્ર સરકારના મીનીસ્‍ટ્રી ઓફ હાઉસીંગ એન્‍ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિષે અભ્‍યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી પ૪ ટેકનોલોજી ચેલેન્‍જ-લાઇટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત સમગ્ર દેશમાં ફકત શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી(ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્‍દોર (મધ્‍યપ્રદેશ) અને ચેન્નાઇ (તાલીમનાડુ) ની પસંદગીક રવામાં આવેલ છે. અન્‍વયે રાજકોટ મહાનગરપાલીકા સ્‍માર્ટસીટી વિસ્‍તારમાં ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ લાઇટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું, મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવે છ.ે

આ પ્રોજેકટ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂા.૧.પ લાખ તેમજ રાજય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂા.૧.પ લાખની સહાય મળી છ.ે આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂા.૪.૦૦ લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્‍ટ આપવામાં આવશે સ્‍માર્ટસીટી એરિયામાં ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ લાઇટ હાઉસ પ્રોજેકટ માટે રૂા.૧૧૮ કરોડના ખર્ચે ઇડબલ્‍યુ-આઇઆઇ (૪૦.૦૦ ચો.મી.) પ્રકારના ૧૧૪૪ આવાસો (જી+૧૩)નું નિર્માણ કરાયું છે.(૬.૩૦)

દિલ્‍હીથી નેશનલ સ્‍કીલ ડેવલપમેન્‍ટની ટીમ રાજકોટમાં

કલેકટર સાથે મીટીંગઃ ઉદ્યોગો સાથે ખાસ MOU

નેશનલ સ્‍કીલ ડેવલપમેન્‍ટની એક ટીમ દિલ્‍હીથી આજે ખાસ રાજકોટ આવી છેઃ કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે કલેકટર અને રાજકોટના ૧૦૦ ઉદ્યોગકારો સાથે મંત્રણા બાદ MOU કરશેઃ જેમાં સ્‍કીલીંગ ફોર યુથ-તાલીમ-ઉદ્યોગો સાથે એટેચમેન્‍ટ સહિતની બાબતો ખાસ આવરી લેવાઇઃ સમીક્ષા પણ થશે..

(4:06 pm IST)