Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નવદુર્ગા ગરબી મંડળની ૪૦ બાળાઓ દ્વારા રજૂ થતા અદ્દભુત રાસઃ ૫૬ વર્ષથી થતું અદ્દભુત આયોજન

રાજકોટઃ શહેરના મોટી ટાંકી ચોક નજીક કોટક સ્‍કૂલ પાસે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૫૬ વર્ષથી નવરાત્રી મહાપર્વનું આયોજન કરવામાં આવે છે. ગરબીની બાળાઓ પોતાના આયોજનથી રાસગરબાની રમઝટ બોલાવે છે. જેમાં નાની- મોટી ૪૦ બાળાઓ રાસ રમે છે. મંડળની બાળાઓ, તાલીરાસ, બેડારાસ, ટીપ્‍પણી રાસ, ભુવા રાસ, ખંજરી રાસ, મહિસાસૂર રાસ કરે છે. આયોજનને સફળ બનાવવા અનસૂયાબેન જોષી, જોષી પરિવાર, સેદાણી પરિવાર, કોટક પરિવાર તેમજ મનસ્‍વીબેન, આરતીબેન, ધારાબેન, નેહાબેન, મનિષાબેન, ઉષાબેન, મનિષભાઈ, શ્વેતાબેન, દુષ્‍યંતભાઈ, ચિરાગભાઈ, રાજુભાઈ, મીતભાઈ તેમજ આસપાસના રહેવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)