Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કણકોટ રોડ પાટીદાર ચોક પાસેથી દિપક ચોરાઉ એકટીવા સાથે પકડાયો

તાલુકા પોલીસની કામગીરીઃ એકટીવા કબ્‍જે

રાજકોટ તા. ર૯: મવડી કણકોટ રોડ પાટીદાર ચોક પાસેથી તાલુકા પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કણકોટ રોડ પર એક શખ્‍સ ચોરા૯ એકટીવા લઇને પસાર થયો હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર તથા હરસુખભાઇ સબાડને બાતમી મળતા કણકોટ રોડ પાટીદાર ચોક પાસેથી જીજે-૩ બીસી-૩૬૯ નંબરના ચોરાઉ એકટીવા સાથે દિપક માધુભાઇ શર્મા (ઉ.વ.ર૦) (રહે. ઉર્જા સોસાયટી શ્રીનાથજી શેરી નં. ર ગોંડલ) ને પકડી લઇ પૂછપરછ કરતા તેણે બે દિવસ પહેલા જંકશન ગાયકવાડી શેરી નં. ર/૧૧ માંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયા, એ.એસ.આઇ. આર. બી. જાડેજા, હેડ કોન્‍સ. કે. આર. પાંભર, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા, કુશલભાઇ જોષી, તથા શીવભદ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. 

(4:04 pm IST)