Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

એસ્‍ટ્રોન ચોક પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હાર્દિકગીરી પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : રોકડ તથા મોબાઇલ મળી ૧.૩૦ લાખની મતા કબ્‍જે

રાજકોટ,તા. ૨૯ : એસ્‍ટ્રોન ચોક નજીક આઇ.સી.આઇ.સી.આઇ બેંક પાસે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ એસ્‍ટ્રોન ચોક નજીક આવેલી આઇ.સી.આઇ.સી.આઇ બેંક પાસે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ બલભદ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ ઝાલા સહિતે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હાર્દિકગીરી વિલાશગીરી ગોસાઇ (ઉવ.૨૪)ને પકડી લઇ રૂા. ૧ લાખ રોકડા તથા મોબાઇલ ફોન મળી રૂા. ૧,૩૦,૦૦૦ની મતા કબ્‍જે કરી હતી.

(4:01 pm IST)