Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સામા કાંઠાના ગોકુલનગરના વિપુલ સાંબડ પર બેડી પાસે હુમલોઃ હાથ પગ ભાંગી ગયા

બામણબોરથી બોલેરોમાં આવેલા હાજાભાઇ સહિતે હુમલો કર્યોઃ જુનુ મનદુઃખ કારણભુત હોવાની ચર્ચા

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર બેડી ચોકડી નજીક સવારના પહોરમાં સામા કાંઠાના ગોકુલનગરના રબારી યુવાનને આંતરી બામણબોરથી બોલેરોમાં આવેલા શખ્સોએ ધોકા-પાઇપના ઘા ફટકારી હાથ-પગ ભાંગી નાંખતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર ગોકુલનગર-૪માં રહેતો વિપુલ બેચરભાઇ સાંબડ (ઉ.વ.૨૭) સવારે બાઇક લઇને કામે જવા નીકળ્યો ત્યારે મોરબી રોડ બેડીના પુલ નજીક તેને માલવાહક બોલેરોમાં આવેલા શખ્સોએ આંતરી ઝઘડો કરી પાઇપ-ધોકાના આડેધડ ઘા ફટકારતાં ફ્રેકચર જેવી ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

વિપુલ છુટક કામ કરે છે અને પરિણીત છે. તેના કહેવા મુજબ હુમલો કરનારામાં એક બામણબોરના હાજાભાઇ હતાં. અગાઉના કોઇ બાબતના જુના મનદુઃખ આ હુમલા પાછળ કારણભુત હોવાનું સામે આવ્યું હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 

(3:48 pm IST)