Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગાંધી જયંતિએ રાજકોટમાં ભવ્ય સાઈકલોથોન

બીઈંગ યુનાઈટેડ એનજીઓ અને ક્રિસ્ટલ ગ્રુપ દ્વારા આયોજન : ૧૫ કિ.મી.ની સાયકલ સ્પર્ધા, ૨૫૦ યુવક- યુવતીઓ ભાગ લેશે, ગાંધી મ્યુઝીયમ ખાતેથી પ્રારંભ, સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપન, વિજેતાઓને ઈનામો

રાજકોટ,તા.૨૯: રાજકોટ દાઉદી બોહરા સમાજ દ્વારા પ્રેરિત બીઈંગ યુનાઈટેડ એનજીઓ તેમજ ક્રિસ્ટલ ગ્રુપ (ક્રિસ્ટલ મોલ)ના સહયોગથી ગાંધી જયંતિના દિવસે રાજકોટની જનતા માટે ભવ્ય સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાઈકલોટથોનમાં રાજકોટના ૨૫૦ યુવક- યુવતીઓ ભાગ લેશે.

આશરે ૧૫ કિલોમીટરની સાયકલિંગ પ્રતિસ્પર્ધીઓ કરશે. આ સાયકલોથોનનો મુખ્ય હેતુ ફીટ ઈન્ડિયા, સ્વચ્છ ભારત તેમજ સ્વનિર્ભર ભારત છે.

આ સાયકલિંગની શરૃઆત ગાંધી મ્યુઝિયમ સવારે ૭ વાગ્યાથી શરૃ થશે. ત્યાંથી ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, અકિલા સર્કલ (જિલ્લા પંચાયત ચોક), કિશાનપરા ચોક, અંડર બ્રિજ સ્વામિનારાયણ ચોકકોટેચા ચોક ઈન્દિરા સર્કલ, સાધુવાસવાણી રોડ, આકાશવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ, ટી એન રાવ કોલેજ સર્કલ, બીટી સવાણી હોસ્પિટલ, રૈયા રોડ હનુમાન મઢી, આમ્રપાલી અંડર બ્રિજ, પોલીસ હેડ કવાર્ટર અને ત્યાંથી બહુમાળી ભવન ખાતે સરકાર સરોવર સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે. આ ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓનો ઉત્સાહ વધારવા રાજકોટની જનતા નિહાળે તેવી અપીલ બીઈંગ યુનાઈટેડ એનજીઓ દ્વારા કરવામાં આવી છે.

તસ્વીરમાં ઈબ્રાહીમભાઈ સોની મો.૯૯૭૯૭ ૯૪૫૫૯, હુસેનભાઈ બદાની મો.૭૦૯૬૪ ૧૧૭૫૩, યુસુફભાઈ ભારમલ, અલીભાઈ ગાંધી, ઈબ્રાહીમભાઈ કપાસી, મુસ્તફાભાઈ ગાંધી અને તાહેરભાઈ ચાંદીવાલા  નજરે પડે છે.(

(3:40 pm IST)