Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજકોટ શહેર-જીલ્લાના ૧રપ૦ મતદાન મથકોનું વેબકાસ્‍ટીંગ થશે

૩૦ ટકા એટલે કે ૯૦૦ થી વધૂ બૂથ ક્રિટીકલ જાહેરઃ ૧પ૬૦૦ દિવ્‍યાંગ તથા પ૪ હજાર ૮૦ કે તેથી વધૂ વયના મતદારો : દિવ્‍યાંગ-વયોવૃધ્‍ધ મતદારોને પોસ્‍ટલ બેલેટ બીએલઓ રૂબરૂ આપવા જશેઃ તેમના મત કેટલા દિવસ પહેલા મેળવી લેવા તે અંગે પંચ હવે ગાઇડ લાઇન જાહેર કરશે : જે બૂથનું વેબ કાસ્‍ટીંગ થશે તેનો મૂખ્‍ય કન્‍ટ્રોલરૂમ ડાયરેકટ કલેકટર પાસેઃ ફલાઇંગ-સ્‍ટેટીકસ વિડીયો સર્વેલન્‍સની કુલ ર૮ ટીમો : ફેક ન્‍યુઝ - એસ.એમ.એસ. વિગેરે બાબતે એક સ્‍પે. એડી. કલેકટરઃ કુલ ૧૭ પ્રકારના નોડલ ઓફીસરના ઓર્ડરો મોટી ઉંમરના કર્મચારીઓ અને સગર્ભાને ચુંટણી કામગીરી નહિ સોંપાયઃ પત્રકારોને વિગતો આપતા કલેકટર અરૂણ મહેશ બાબૂ

રાજકોટ તા. ર૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં છે, તાજેતરમાં પંચે સમીક્ષા કરી અને પત્રકાર પરિષદ યોજી હતી.

દરમિયાન આજે કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠક અને તેની ચાલી રહેલ તૈયારીઓ અંગે વિસ્‍તૃત વિગતો જણાવી હતી.

કલેકટરે જણાવેલ કે રાજકોટ શહેર જીલ્લામાં કુલ ૧પ૬૦૦ દિવ્‍યાંગ મતદારો તથા ૮૦ વર્ષ કે તેથી વધૂ વયના પ૪ હજાર મતદારો નોંધાયેલા છે, કુલ ર૩પપ મતદાન મથકો તો હાલ ર૩ાા લાખ આસપાસસ્ત્રી-પુરૂષ મતદારો છ.ે

તેમણે જણાવેલ કે ચૂંટણી પંચની સુચના મુજબ દિવ્‍યાંગ તથા વયોવૃધ્‍ધ મતદારોને ઘર બેઠા મતદાન કરી શકે તે વિકલ્‍પ સંર્દભે અમે ઉપરોકત દરેકના ઘરે બીએલઓ મારફત રૂબરૂ પોસ્‍ટલ બેલેટ પહોંચાડીશું, જે લોકોને બૂથ ઉપર મતદાન કરવુ છે તેના માટે નહિ પરંતુ ઘર બેઠા મતદાન કરવુ હોય તો તે વિકલ્‍પ અપાશે, અને આવા મતદારો પોતાનો મત મતદાનના કેટલા દિવસ પહેલા જાતે આર.ઓ.ને આપી દે તે અંગેની કમિશન ખાસ ડેઇટ-ગાઇડ લાઇન આપશે.

કલેકટરશ્રી અરૂણ મહેશ બાબૂએ જણાવેલ કે આ વખતે ચૂંટણી દરમિયાન સી-વીઝીલ સોફટવેર ઉપર ખાસ ફોકસ કરી રહ્યા છીએ, જેમાં ફરીયાદો, વીજીલન્‍સ ચેકીંગ, એમસીસી કામગીરી -ફેકન્‍યુઝ-ખોટા એસએમએસ-ખોટી નકારાત્‍મક બાબતો અંગે ખાસ મોનીટરીંગ અને ત્‍વરીત પગલા રહેશે, આના માટે ખાસ ટીમ બનાવાઇ છે, અને તેમાં એડી.કલેકટર કક્ષાના એક અધિકારી તૈનાત કરાયા છે.

તેમણે જણાવેલ કે રાજકોટ શહેર-જીલ્લામાં જે બૂથમાં ઓછુ વોટીંગ થાય છે, ક્રિટીકલ મતદાન મથકો છે, તેની પોતે-સી.પી.,એસ.પી., ડી.સી.પી.દ્વારા સતત વીઝીટ લેવાઇ રહી છે. તમામ પાસા ચકાસાઇ રહ્યા છે.

કલેકટરે જણાવેલ કે રાજકોટ-શહેર-જીલ્લામાં કુલ ૯૦૬ મતદાન મથકો-બૂથો ક્રિટીકલ આઇડીન્‍ટીફાઇ  કરાયા છે, અને કુલ ર૩પ૪ મતદાન મથકમાંથી પ૦ ટકા બૂથ એટલે કે ૧રપ૦ બૂથોનું ખાસ વેબકાસ્‍ટીંગ થશે, અને તેનો સીધો સ્‍પેશ્‍યલ કન્‍ટ્રોલરૂમ ડાયરેકટ કલેકટર પાસે રહેશે, મતદાનના દિવસે મતદાન મથક ઉપર થતી તમામ એકટીવીટી જોઇ શકાશે, આ માટે પણ ખાસ કલાસ વન અધિકારી મૂકાયા છે.

શ્રી અરૂણ મહેશ બાબૂએ જણાવેલ કે આ વખતે અમે ફાઇગ સ્‍કવોડ, સ્‍ટેટીકલ ટીમ, વિડીયો સર્વેલન્‍સની કુલ ર૮ ટીમ બનાવી છે, એક ટીમમાં પ થી ૬ મેમ્‍બર હશે, અને તેમાં નોડલ ઓફીસર ડે. કલેકટર કક્ષાના હશે.

કલેકટરે જણાવેલ કે અમે કુલ ૧૭ પ્રકારના નોડલ ઓફીસરોની નિમણુંક કરી છે, જેમાં સ્‍ટાફ, ઇવીએમ, ખર્ચ, આચર સંહિતા, તાલીમ, ચૂંટણી માટેનું મટીરીયલ્‍સ, એમસીસી લો એન્‍ડ ઓર્ડર, મીડીયા, કોમ્‍પ્‍યુટરાઇઝેશન, ફરીયાદો, સ્‍વીપ એકટીવીટી સ્‍ટાફ વેલ્‍ફેર વિગરેનો સમાવેશ થાય છે, દરેકમાં ડે.કલેકટર, એડી.કલેકટર-જીએસટી સહિતના અધીકારીઓ મૂકાયા છે.

કલેકટરે જણાવેલ કે આ વખતે ચૂંટણી સ્‍ટાફમાં મોટી ઉંમરના અને સગર્ભાઓને કામગીરી અર્થે નહિ લેવાય મતદાનના દિવસે ઉદ્યોગકારોએ ફરીજયાત રજા આપવી પડશે, એક કલાકની આપે તે નહિ ચાલે, જો રજા નહિ અપાય તો જે તે કારખાનેદારે-પેઢી, દુકાનદાર વિગેરે સામે કડક પગલા લેવાશે.

(3:18 pm IST)