Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્‍ટના બિલ્‍ડીંગના નવીનીકરણનો પ્રારંભ

રાજકોટ : દિવ્‍યાંગ મૂક બધિર બાળકોના શિક્ષણ તેમજ વ્‍યવસાયીકલક્ષી તાલીમ આપતી ૬૦ વર્ષ જુની શ્રી છ.શા. વિરાણી બહેરા, મૂંગા શાળા ટ્રસ્‍ટના હયાત બિલ્‍ડીંગો પાડી નવા આધુનિક બિલ્‍ડીંગો બનાવવાનો શુભ આરંભ ઇમલો પાડવાની કામગીરી કરેલ છે. નવલાનોરતાના પ્રથમ દિવસે તેમજ વર્લ્‍ડ ડેફ ડે પ્રસંગે શાષાોકત વિધિ કરાય હતી. આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીશી, માનદ્દમંત્રી ડો.નરેન્‍દ્રભાઇ જી. દવે તેમજ ટ્રસ્‍ટી પ્રશાંત કે.વોરા ડો. દર્શીતાબેન પી. શાહ રાજેશભાઇ કે. વિરાણી, આર્કિટેક પરાગભાઇ વિરાણી, ભૂતપૂર્વ ટાઉન પ્‍લાનર બકુલેશભાઇ રૂપાણી, શાળાના આચાર્યશ્રી કશ્‍યપભાઇ પંચોલી સર્વે શાળાના સ્‍ટાફ મિત્રો તેમજ દિવ્‍યાંગ મૂક બધિર બાળકો આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:14 pm IST)