Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સમસ્ત સોની સેનાના રાસોત્સવમાં મહાજનોનો મહાસાગર ઘુઘવ્યો

ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ : કાર્પેટ મઢયા ગ્રાઉન્ડમાં પારિવારિક માહોલમાં લાખેણા ઈનામોની વણઝાર વચ્ચે ફરીદાબેન મીર, જીતુદાદ ગઢવી, આશીફભાઇ ઝેરીયાના સૂરોના સંગાથે મહાજનો મન મૂકીને રાસે રમ્યા

રાજકોટ : સમસ્ત સોની સેના-રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં મહાજનોનો મહાસાગર ઘુઘવ્યો હતો, આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને વધાવવા રઢિયાળી રાત્રે રેસકોર્સમાં સુરભીના કાર્પેટ મઢયા ગ્રાઉન્ડમાં પારિવારિક માહોલમાં સંગીતની સુરાવલીઓ સાથે સમસ્ત સોની સમાજના ખેલૈયાઓએ મન મૂકીને રાસોત્સવ માણ્યો હતો, રાસોત્સવ પ્રસંગે વલ્લભકુળના મહોદય શ્રી રુચિરબાવાશ્રી, તથા ગોપેશલાલજી મહોદય શ્રી ,  સંસદસભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર પ્રદીપભાઈ ડવ , ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી , કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ પુનિતાબેન પારેખ અને સમસ્ત સોની સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત સોની સમાજના ખેલૈયાઓ  કાલુ મ્યુઝિકના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો ફરીદાબેન મીર, જીતુદાદ ગઢવી, આશીફભાઇ ઝેરીયા.ના સૂરોના સંગાથે ઝૂમી ઉઠ્યા હતા ,, સમસ્ત સોની સમાજ માટે યોજાયેલ રાસોત્સવમાં મહાજનો ઉમટી પડ્યા હતા,રાસોત્સવ મહોત્સવની સાથે આરતી અને ગરબા સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો , વરસાદી માહોલમાં માં જગદંબાએ આશીર્વાદ વરસાવ્યા હોય તેમ રેસકોર્સ મેદાનમાં વરસાદના વધુ વિઘ્નથી વંચિત રાખ્યું હતું,અને મોડે સુધી પારિવારિક માહોલમાં જ્ઞાતિજનો આયોજનમાં સહભાગી બન્યા હતા .રાસોત્વસમાં લાખેણા ઈનામોની વણઝાર વચ્ચે સિનિયર -જુનિયર પ્રિન્સ- પ્રિન્સેસ , વેલડ્રેસ સહિતના વિજેતાઓને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા સમગ્ર આયોજનના સફળતાનાં સારથી એવા સમસ્ત સોની સેના રાજકોટની સમગ્ર ટીમને ઉપસ્થિત આગેવાનો અને જ્ઞાતિજનોએ શુભેચ્છા પઠાવવા સાથે આગામી વર્ષે નવ દિવસના રાસોત્સવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

(12:21 pm IST)