Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ધર્મરાજ પાર્કમાં મકાનમાંથી દારૃની પ૭ બોટલ સાથે દિપક પકડાયો

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ ર૬ હજારનો દારૃ કબ્જે

રાજકોટ તા. ર૯ :.. રૈયા ધાર નજીક ધર્મરાજ પાર્કમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૃની પ૭ બોટલ સાથે વૃધ્ધને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધાર ધરમનગર મેઇન રોડ પર ધર્મરાજ પાર્કમાં એક મકાનમાં દારૃનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એ. બી. જાડેજા તથા હેડ કો. યુવરાજસિંહ ઝાલા સહિતે દરોડો પાડી ધર્મરાજપાર્ક શેરી નં. પ માં એક મકાનમાં દરોડો પાડી રૃા. ર૬,૧૬૦ ની કિંમતની દારૃની પ૭ બોટલ સાથે મકાન માલીક દિપક મુળજીભાઇ લોહાણા (ઉ.વ.૬૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

ભગવતીપરામાંથી ઝૂબેર ૧૩ બોટલ દારૃ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજા તથા જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ હેડ કો. અજયભાઇ ભુંડીયા તથા કો. મુકેશભાઇ ડાંગર સહિતે બાતમીના આધારે દરોડો પાડી રૃા. પ૯૦૦ ની કિંમતની દારૃની ૧૩ બોટલ સાથે ઝૂબેર રજાકભાઇ મેમણ (ઉ.વ.૩૦) રહે. ભગવતીપરા નદીના કાંઠેને પકડી લીધો હતો.

(4:48 pm IST)