Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

માયાણીનગર કવાર્ટરમાંથી રીઢો બૂટલેગર અને સાગ્રીત ૧ લાખના દારૃ સાથે પકડાયા

અગાઉ ૨૧ ગુનામાં સામેલ વિપુલ બગથરીયા અને અનિલ લંગારીયાની ધરપકડઃ ૨૧૬ બોટલો કબ્જેઃ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને મસરીભાઇ ભેટારીયાની બાતમી

રાજકોટ તા. ૨૯: મવડી વિસ્તારના વિશ્વનગર આવાસ યોજના કવાર્ટરમાં માલવીયાનગર પોલીસે દરોડો પાડી રૃા. ૧,૦૮,૦૦૦ના ૨૧૬ બોટલ દારૃ  સાથે બે શખ્સો અનિલ દિપકભાઇ લંગારીયા (ઉ.૨૩-રહે. વિશ્વનગર કવાર્ટર બ્લોક ૨૧, રૃમ ૨૨૨૨) તથા વિપુલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.૨૭-રહે. વિશ્વનગર કવાર્ટર-૨૨૨૯)ની ધરપકડ કરી છે.

જેમાં વિપુલ બગથરીયા રીઢો બુટલેગર છે અને અગાઉ તાલુકા, માલવીયા, ભકિતનગર, આજીડેમ, રાજકોટ ગ્રામ્ય ધોરાજી, શાપર, બી-ડિવીઝન રાજકોટ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનોના દારૃના ૯ જેટલા ગુનાઓ, મારામારી, ધાકધમકી, ઠગાઇ, એટ્રોસીટી સહિતના કુલ મળી ૨૧ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

વિપુલ અને અનિલે મળી કવાર્ટરમાં દારૃનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયાને મળતાં દરોડો પાડી બંનેને જથ્થા સાથે પકડી લીધા હતાં. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ, દિગપાલસિંહ, અજયભાઇ, કુલદિપસિંહ, હરપાલસિંહ, મહેશભાઇ, ભાવેશભાઇ, હિરેનભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:46 pm IST)