Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગુજરાત ભાજપ લીગલ સેલમાં સહસંયોજક તરીકે નિમાયેલ અનિલભાઇ દેસાઇનો અભિવાદન - સ્‍વાગત સમારોહ યોજાયો

આગામી ૯ જુલાઇએ સી.આર.પાટીલની હાજરીમાં સૌરાષ્‍ટ્રભરના વકીલોનું મહાસંમેલન યોજાશે

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત લીગલ સેલના સહસંયોજક તરીકે એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈની નિમણુંક થતા વિવિધ બાર એસોશીએશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અભિવાદન અને સ્‍વાગત સમારંભ યોજાયો હતો.

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત લીગલ સેલના સહ - સંયોજક તરીકે રાજકોટના જાણીતા સિનિયર ધારાશાસ્‍ત્રી અને અજાત શત્રુ એવા અનિલભાઈ દેસાઈની નિમણુંક કરવામાં આવેલ. જેને વિવિધ બાર એસોશીએશન અને વકિલોનો ખુબ જ બહોળો પ્રતિસાદ મળેલ છે અને આ તકે તા. ર૬/૦૬/ર૦રર ના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય, રાજકોટ ખાતે લીગલ સેલની એક મહત્‍વની બેઠક મળેલ અને આ બેઠક દરમ્‍યાન રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા એડવોકેટ જયેશભાઈ બોઘરા, આર્થિક સેલના સંયોજક તથા એડવોકેટ માધવભાઈ દવે, લીગલ સેલ રાજકોટના સંયોજક  અંશભાઈ ભારદ્વાજ, સહસંયોજક સી. એચ. પટેલ, તદ્‌ઉપરાંત રાજકોટના સિનિયર એડવોકેટ સંજયભાઈ વ્‍યાસ, બિપીનભાઈ ગાંધી, મનિષભાઈ ખખ્‍ખર, કમલેશભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, રૂપરાજસિંહ પરમાર વિગેરે સહિત બહોળી સંખ્‍યામાં સિનિયર એડવોકેટશ્રીઓ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રાંતના અઘ્‍યક્ષ સી. આર. પાટીલની ઉપસ્‍થિતિમાં આગામી તા. ૦૯/૦૭/ર૦રર ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર - કચ્‍છના વકિલનું મહાસંમેલન કરવાની ઘોષણા કરેલ અને વિવિધ ચર્ચાઓ અને નિર્ણયો લેવાયેલ.

આ વકિલ મહાસંમેલન બીએપીએસ શ્રી સ્‍વામીનારાયણ મંદિર, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ તકે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાંવેલ કે, રાજકોટ બાર એશોસીએશનના તમામ વકિલો બહોળી સીંખ્‍યામાં હાજર રહેશે. સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહે પણ વિવિધ વકિલોના સંગઠનોને બહોળી સંખ્‍યામાં હાજર રહે તે અર્થેનું માર્ગદર્શન આપેલ, આર્થિક સેલના એડવોકેટ માધવભાઈ દવે દ્વારા જુદી - જુદી સહકારી બેંકના તમામ વકિલોને આ કાર્યક્રમ અર્થે આમંત્રણ આપવાની જવાબદારી સ્‍વિકારેલ અને લીગલ સેલના સંયોજક અંશભાઈ ભારદ્વાજએ પણ લીગલ સેલના તમામ એડવોકેટો આ કાર્યક્રમને સફળ બનાવવા અર્થે તનતોડ મહેનત હાથ ધરશે અને રેવન્‍યુ બારના પ્રમુખ અને લીગલ સેલના સહ - સંયોજક સી. એચ. પટેલે પણ રેવન્‍યુ બારના તમામ એડવોકેટો પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવશે. મહિલા બાર એશોસીએશનના પ્રમુખ મહેશ્‍વરીબેન ચૌહાણએ તમામ મહિલા એડવોકેટો પણ બહોળી સંખ્‍યામાં હાજર રહેશે, તેવી જાહેરાત કરેલ હતી.

રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર - કચ્‍છના તમામ વકિલોનું મહાસંમેલન વર્ષો પછી સી. આર. પાટીલની ઉપસ્‍થિતિમાં થવા જઈ રહયુ હોય ત્‍યારે આ મહાસંમેલનને એક ઉત્‍સવની જેમ ઉજવવા સૌરાષ્‍ટ્ર - કચ્‍છના તમામ બાર એશોસીએશનના પ્રમુખો અને વકિલોએ ખુબ જ મોટી સંખ્‍યામાં હાજરરહેવા અનેરો ઉત્‍સાહ અને વિશ્‍વાસ દાખવેલ છે.

આ સમગ્ર બેઠકનું સંચાલન એડવોકેટ કમલેશભાઈ ડોડીયા અને આભાર વિધી એડવોકેટ રક્ષીતભાઈ કલોલા દ્વારા કરવામાં આવેલ હતી.

(4:07 pm IST)