Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

તળપદા કોળી સમાજ દ્વારા રામદેવપીરની રથયાત્રા

રામદેવપીરદાદાના મુખ્‍યરથ સાથે ભવાનીનગર રામદેવપીર મંદિરેથી રથયાત્રાનું પ્રસ્‍થાનઃ ધુન ભજનની જમાવટ સાથે ધર્મ પ્રેમીઓ જોડાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટઃ  સમસ્‍ત કતપર તળપદા કોળી સમાજ પ્રગતિ મંડળ-રાજકોટ દ્વારા આગામી તા.૧ના શુક્રવારે અષાઢી બીજે શ્રીરામદેવજી પીરની રથયાત્રા નિકળનાર છે. જેનો સવારે ૮.૧૫ કલાકે લાખાજીરાજ ઉદ્યોગનગર-૧૨ ખાતેથી પ્રારંભ થઇ ભવાનીનગર રામાપીરના મંદિરે પુર્ણ થશે. રામદેવ પીરદાદાના મુખ્‍ય રથ સાથે આ શોધભાયાત્રામાં ડીજેના તાલ સાથે ધૂન, ભજન, રાસ ગરબાની જમાવટ થશે.

તળપદા કોળી સમાજ દ્વારા છેલ્‍લા ૫૭ વર્ષથી તળપદા કોળી સમાજ દ્વારા ઉજવવામાં આવતા તહેવાર અષાઢીબીજની શોભાયાત્રા સવારે ૮.૩૦ વાગ્‍યાથી રામદેવપીર મંદિર ભવાનીનગરથી પ્રસ્‍થાન કરીને લાખાજીરાજ શેરી નંબર-૧૨માં આવેલ રામદેવજી પીરની સ્‍થાપનથી પરત ફરીને બપોરે બે વાગ્‍યે આસપાસ ભવાનીનગરમાં સમાપન કરવામાં આવશે.

રથયાત્રા સાથે વાહનની કુલ સંખ્‍યા ૧૦ની આસપાસ રહેશે. તેમજ સાથે ૧૨ મંૅડળો સાથે જોડાયેલા રહેશે. મોટી સઁખ્‍યામાં ધર્મપ્રેમીઓ જોડાશે. શોભાયાત્રા બાદ પ્રસાદી રૂપે ભોજન સમારંભ પણ યોજાયેલ છે.

આયોજનમાં કાળુભાઇ ખેર, કાનાભાઇ શિયાળ, નરશીભાઇ શિયાળ, શૈલેષભાઇ ચાવડા, ધીરૂભાઇ શિયાળ, ગોવિંંદભાઇ શિયાળ, વિજયભાઇ ચાવડા, મનાભાઇ શિયાળ, ધીરૂભાઇ શિયાળ, અશ્વિનભાઇ બાંભણીયા, જીતેનભાઇ બાંભણીયા, વિજયભાઇ ઢાંચા, દિલીપભાઇ પરમાર, ભરતભાઇ બાંભણીયા જોડાયા છે.

(3:34 pm IST)