Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઉલ્‍ટી કરવાનું બહાનુ કરી રીક્ષામાં વૃધ્‍ધ નારાયણદાસભાઇના ખીસ્‍સામાંથી ગઠીયાએ રોકડ ભરેલુ પાકીટ સેરવી લીધુ

એસ.ટી. બસ સ્‍ટેશન પાસે બનાવ : પેસેન્‍જરને દવાખાને લઇ જવો છે કહી વૃધ્‍ધને કાન્‍તાસ્ત્રી વિકાસગૃહ પાસે ઉતારી દીધા : ત્રણ શખ્‍સો સામે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ


રાજકોટ તા. ૨૯ : શહેરના એસ.ટી. બસ સ્‍ટેશન નજીક આવેલા સીટી બસ સ્‍ટોપ પાસે રીક્ષામાં ત્રણ ગઠીયાએ ‘ઉલ્‍ટી થાય છે' તેવું બહાનું કરી વૃધ્‍ધને ધક્કો મારી આઘાપાછા કરી તેના પેન્‍ટના ખીસ્‍સામાંથી રૂા. ૩૫૦૦ રોકડા તથા ડોક્‍યુમેન્‍ટ સાથેનું પર્સ સેરવી લેતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજ પાછળ સ્‍વામીનારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્‍લોટ શેરી નં. બી-૪માં રહેતા નારાયણદાસભાઇ દયાલજીભાઇ કાનાબાર (ઉ.વ.૬૯) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યુ઼ છે કે, પોતે ગઇકાલે ઢેબર રોડ એસ.ટી. બસ સ્‍ટોપ સામેથી પોતાના ઘરે જવા માટે એક મોટો રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં અગાઉથી બે પેસેન્‍જર બેઠા હતા. દરમિયાન રીક્ષામાં બેઠા બાદ થોડે આગળ પહોંચતા રીક્ષામાં પાછળ પોતાની બેસેલા એક શખ્‍સે ‘ઉલ્‍ટી થાય છે' તેવું બહાનુ કરી રીક્ષામાંથી બહારની સાઇડ મોઢું કાઢી ઉલ્‍ટી કરવાનું કહી બે-ત્રણ વખત ઉલ્‍ટી કરવાનું બહાનુ કરી પોતાને ધક્કો મારી આઘાપાછા કરેલ અને થોડે દૂર કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ ચોક ઢેબર રોડ પાસે પહોંચતા આ રીક્ષા ચાલકે પોતાને ‘રીક્ષામાં પેસેન્‍જરને ઉલ્‍ટી થાય છે, જેથી દવાખાને લઇ જવો છે' તેવું બહાનુ કરી પોતાને રીક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા. બાદ પોતે નીચે ઉતરી જોયું તો પોતાના પેન્‍ટના ખીસ્‍સામાં રાખેલ પાકીટ જોવામાં આવેલ નહી અને આ પાકીટમાં રૂા. ૩૫૦૦ રોકડા, અસલ આધાર કાર્ડ, સીટી બસનો સીનીયર સીટીઝનનો પાસ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, પત્‍નીનું આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ તથા પુત્ર રાજેશનું ચુંટણી કાર્ડ, આધારકાર્ડ, પુત્રવધૂનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ રાખેલ હતું. જે પાકીટ જોવામાં આવેલ નહી જેથી આ રીક્ષામાં પોતાની બાજુમાં બેસેલ શખ્‍સે ઉલ્‍ટી કરવાના બહાને પોતાની નજર ચુકવી પોતાના પેન્‍ટના ખીસ્‍સામાંથી ચોરી ગયાની ખબર પડતા પોતે તાકીદે એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્‍સ. આર.એલ.વાઘેલાએ પોતાની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. એસ.એચ.નિમાવતે તપાસ હાથ ધરી છે.

 

(2:57 pm IST)