Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પેરોલ પર છુટી ફરાર રહેલા આજીવન કેદના આરોપી રાજેશ દુબલને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કનકસિંહ સોલંકી અને ટીમે હનુમાન મઢી પાસેથી પકડ્યોઃ ૨૦૧૫માં હત્યાનો ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૯: વચગાળાના જામીન પર કે પેરોલ ફરલો રજા પર જેલમાંથી છુટ્યા બાદ મુદ્દત પુરી થવા છતાં હાજર ન થઇ નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા અને પેરોલ પર છુટ્યા બાદ ફરાર થઇ ગયેલા શખ્સ રાજેશ ઉર્ફ મિતેન અરવિંદભાઇ દૂબલ (ઉ.૫૧-રહે. હનુમાન મઢી ચોક, અલ્કાપુરી-૧, રૈયા રોડ)ને પકડી લઇ જેલમાં રજૂ કર્યો છે.

ક્રાઇમ બ્રાંચના એએઅસાઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, જયદેવસિંહ પરમા અને કનકસિંહ ગોહિલની બાતમી પરથી રાજેશ ઉર્ફ મિતેનને અલ્કાપુરી રોડ પરથી પકડી લેવાયો હતો. તેના વિરૃધધ વર્ષ ૨૦૧૫માં એ-ડિવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હોઇ તે હાલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. રાજકોટ જેલમાંથી તા. ૯/૬ના રોજ ૧૫ દિવસની પેરોલ રજા મળી હતી. જે ૨૫મીએ પુરી થઇ ગઇ હોય છતાં જેલમાં હાજર થયો નહોતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા, જે.વી. ધોળાની રાહબરીમાં એએઅસાઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ, જયદેવસિંહ, કનકસિંહ, ચેતનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ અને શૈલેષભાઇ કગથરાએ આ કામગીરી કરી હતી.

(12:10 pm IST)