Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

INIFD ના ફેશન શોમાં છવાયા પટોળા અને સાડી

રાજકોટઃ નામાંકિત ફેશન સંસ્‍થા INIFD ના વિદ્યાર્થીઓની કલાને પ્રદર્શીત કરવા શનિવારે રાજકોટમાં સીજન્‍સ હોટેલ ખાતે રપ૦૦ થી વધુ લોકોની હાજરીમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ફેશન શો ગોઠવવામાં આવ્‍યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પરથી આઇડિયા લઇ અકશ્રલ્‍પનીય ગારમેન્‍ટ્‍સ તૈયાર કર્યા હતા. આ કલેકશનને ભારતની ૧ર જેટલી ટોપ ફેશન મોડેલ્‍સે રજૂ કરી લોકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. એક સેવાકિય આશય સાથે INIFD ના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્‍કૃતિ સહિત વિવિધ થીમ પર સારૂં પ્રદર્શન કરેલ. જેમાં વિદ્યાર્થીઓએ કચ્‍છની મહિલાઓ જે બનાવે તે એપ્‍લીકવર્ક એમ્‍બ્રોઇડરી પરથી પ્રેરણા લઇ ‘‘કચ્‍છી ડેલીડોસ્‍કોપ'' ઉપરાંત ૭૦૦ વર્ષ જુના પટોળા, તમીલનાડુથી કંધાંગી અને ચેટીનાડ સિલ્‍ક સાડી લાવી તેમાંથી બનાવેલ વેસ્‍ટર્ન ગારમેન્‍ટ્‍સ, ઇજીપ્‍તની રાણી કિલોઓપેટ્રાના મોર્ડન કપડાંની થીમ, રૂમી નામના કવિની કવિતા બુરખા અને હિજાબમાં એમ્‍બ્રોઇડરી કરી અદભૂત કલેકશન, ઝીબ્રા પ્રિન્‍ટમાંથી ઇન્‍ડિયન એથનિક વેર, જયપુર પેલેસના ચાર પ્રવેશદ્વાર પરથી ફયુઝન કલેકશન, ૯૦ ના દશકામાં રમાતી આર્કેડો ગેઇમ્‍સની ડિજીટલ પ્રિન્‍ટવાળી થીમ ઉપરાંત ડેનીમ કલેકટશન અને બાળકોના વિન્‍ટેજ અને કુદરતી ફુલોની થીસમવાળા એક એકથી ચઢિયાતા ફેશન ગારમેન્‍ટ્‍સ રજુ થયા હતા. સંસ્‍થાના સેન્‍ટર હેડ નૌશિકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ૧પ૦ થી વધુ વષાોને એક વર્ષના રીસર્ચ અને ૬ મહિનાની મહેનત બાદ જાતે ડિઝાઇન કરી બનાવ્‍યા હતા.  ગુજરાતમાં પ્રથમવાર એવા ૪૦૦ ફુ઼ટના વિશાળ ફેશન સ્‍ટેજ પર રપ૦૦ થી વધુ લોકો સમક્ષ રજુ઼ કરાયા હતા. જ ેમાં ૬ થી ૧ર વર્ષના ૩૩ વર્ષના ૩૩ બાળકોએ પણ ગારમેન્‍ટ્‍સ પહેરી રેમ્‍પવોક કર્યું હતું.

(4:55 pm IST)