Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

રાજકોટની પ્રિયાંશીએ લોન ટેનીસમાં ડંકો વગાડયો અમદાવાદમાં શાનદાર દેખાવઃ દિલ્‍હીમાં પ્રતિનિધિત્‍વ કરશે

લીગ મેચમાં પ મેચ જીતી : પ્રિયાંશી આજ સુધીમાં ૧પ૦ થી વધુ શીલ્‍ડ મેડલ મેળવી ચુકી છે

રાજકોટ, તા., ૨૯ : સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લોન ટેનીસની રાષ્‍ટ્રીય કક્ષાનું સિલેકશન યોજાયેલ હતું. જેમાં આખા ગુજરાતમાંથી ૩૧ પ્રતિસ્‍પર્ધીઓએ ભાગ લીધેલ હતો. તેમાં રાજકોટની પ્રિયાંશી ચૌહાણે વધુ એક વખત મેદાન મારી લઇ રાજકોટનો ડંકો વગાડયો છે.

પ્રથમ રાઉન્‍ડમાં પ્રિયાંશીએ જન્નતને ૬-ર થી હરાવી, બીજી રાઉન્‍ટમાં ટોપ સીડ આરૂષી રાવલને ૬-૩ હરાવી અને લીગ મેચીસ માટે કવોલીફાય કર્યુ હતું. બીજા ૮ મેચમાં પ્રિયાંશીએ પ મેચ જીતીને ગુજરાતની ટીમમાં સ્‍થાન મેળવ્‍યું છે. હવે તેણી દિલ્‍હી ખાતે જુનજમાં સ્‍કુલ ગેમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડીયામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે. પ્રિયાંશી હાલમાં કોચ કુલદીપ જોષી પાસે તાલીમ મેળવી રહી છે. તેણી આજ સુધીમાં ૧પ૦ થી વધુ મેડલ-શીલ્‍ડ મેળવી ચુકી છે.

(4:51 pm IST)