Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પત્‍નિ અને સગીર પુત્રને માસિક ૬ હજારનું ભરણ પોષણ ચુકવવા હુકમ

 રાજકોટ,તા.૨૯ : પતિ વિરૂધ્‍ધ પત્‍નિ તથા રાજકોટમાં હાલમાં માવતરે રહેતી શ્રીમતી નુરજહાં આમતબીબ નોઈડા રહે ન્‍યુખોડીયાર નગર શેરી નં. ૬, ગોંડલ રોડ, રાજકોટ માવતરે સગીર પુત્રી ‘‘મહેંદી'' ઉ.વ.આ.૪ ની સાથે ઓશીયાળું જીવન ગુજારે છે. તેણીએ તેના પતિ આમદભાઈ હબીબભાઈ નોઈડા, રહેઃ મુપડવલા, તાઃઉપલેટા, જિ.રાજકોટની સામે ભરણ પોષણ મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં સને ૨૦૨૦ માં અરજી દાખલ કરેલ. જે મુજબ સામાવાળા આમદહબીબ નોઈડા  મારકુટ કરીને, વિના કારણે અરજદાર નુરજહાંને તથા સગીર પુત્રી બાબત સાસુ પણ વધુ નુરજહાને કહેતા અને ધમકાવતા અને માવતરે મોકલી દેવા દબાણ કરતા. મહેંદીને માત્ર પહેરેલ કપડે કાઢી મુકેલ છે. ત્‍યારથી અરજદાર માવતરે ઓશીયાળું જીવન ગુજારતી હોય જેથી રાજકોટની ફેમીલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા અરજી કરેલ હતી.

 હાલમાં પુરાવાના તબકકે  ફેમીલી કોર્ટમાં અરજદારે સોગંદ ઉપર જુબાની આપી સત્‍ય હકીકતો રજૂ કરી અને મારકુટ અને ત્રાસ, સામાવાળાની આવક બાબતે છણાવટ કરીને, આખરે એડવોકેટ  હર્ષદકુમાર એસ. માણેક દ્વારા લંબાણપૂર્વકની દલીલો કરેલ, જે તમામ દલીલો, રજુઆતો ધ્‍યાને લઈ નામદાર ફેમીલી કોર્ટના જજ સાહેબશ્રી બી.ડી. પટેલ સાહેબે અરજી મંજુર કરીને માસિક રૂ.૪,૦૦૦/- તથા રૂા.૨,૦૦૦/- એમ કુલ મળી ૨કમ રૂા.૬,૦૦૦/- દર મહિને ચડયે ચડયા ચુકવવાનો અરજી દાખલ તારીખથી તથા ખર્ચના રૂ.૨,૫૦૦/- અલગ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. આમ અરજદારોને આશરે રૂ.૨,૪૦,૦૦૦/- જેવી માતબર મોટી રકમ મળશે. જે વસુલવાની કાર્યવાહી હાથ ઘરેલ છે.

  આ કામમાં અરજદાર નુરજહા નોઈડા તરફે રાજકોટના ધારાશાષાી હર્ષદકુમાર એસ. માણેક, મનીષ બી. ચૌહાણ (નોટરી), સોનલબેન ગોંડલીયા, હેતલબેન ભટ્ટ, જાગળતિબેન કાલૈયા રોકાયેલ છે.

(4:49 pm IST)