Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવા અંગે જલીયાણ ઘી સેન્‍ટરના ફૂડ બિઝનેશ ઓપરેટરને સજા અને દંડ ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ર૯ :  રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્‍ય શાખાના ફુડ સેફટી ઓફીસર કે. એમ. રાઠોડ દ્વારા રાજકોટના દેવપરા શાક માર્કેટ, કોઠારીયા રોડ ખાતે આવેલ જલીયાણ ઘી સેન્‍ટરમાં ખાધચીજોના ચેકિંગ દરમિયાન ખાધ્‍ય પદાર્થ શંકાસ્‍પદ લાગતાં ફુડ સેફટી ઓફીસર દ્વારા દુકાનમાં પડેલ ભેંસનું શુઘ્‍ધ ઘીનો નમુનો લેવામાં આવેલ હતો જે પળથકકરણમાં નિષ્‍ફળ નિવડતાં ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ - ૨૦૦% ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નમુનો ખાધ પદાર્થ માટે અનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી અને જે કોર્ટ દ્વારા સાબિત માની અદાલતે જલીયાણ ઘી સેન્‍ટરના ફુડ બિઝનેસ ઓપરેટર પરેશભાઈ રમણિકભાઈ કોટકને કલમ-૫૯(૧) હેઠળ ર માસની સજા તેમજ રૂ&.૧,૦૦,૦૦૦/- અને જો દંડ ન ભરે તો વધુ ૧ (એક) માસની સજાનો દંડ ફટકારેલ છે.આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્‍ય શાખા હ્વારા ખાધચીજોનું વેચાણ કરતી દુકાનોમાં અલગ અલગ સમયે ચેકિંગ કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે આરોગ્‍ય શાખાના ફુડ સેફટી ઓફીસર કે. એમ. રાઠોડ દ્વારા રાજકોટના દેવપરા શાક માર્કેટ, કોઠારીયા રોડ ખાતે આવેલ જલીયાણ ઘી સેન્‍ટર ના નામથી આવેલ દુકાનમાં ચેકિંગ દરમિયાન ભેંસનું શુઘ્‍ધ ઘીની અંદર ભેળસેળ જણાતા ફડ સેફટી ઓફીસર દ્વારા તેનો નમુનો પંચો રૂબરૂ તેમજ જલીયાણ ઘી સેન્‍ટરના ફુડ બિઝનેસ ઓપરેટર પરેશભાઈ રમણિકલાલ કોટકની હાજરીમાં નમુનો લેવામાં આવેલ હતો અને સદરહું નમુનો બરોડા ખાતે લેબોરેટરીમાં ફુડ એનાલીસીસ્‍ટ લેબોરેટરીમાં પળથકકરણ અર્થે મોકલવામાં આવેલ હતો

 આમ, જલીયાણ ઘી સેન્‍ટરના ફુડ બિઝનેસ ઓપરેટર પરેશભાઈ રમણિકલાલ કોટક દ્વારા કાયદાથી પ્રતિબંધિત હોય તેમજ તે સ્‍વાસ્‍થ્‍યને હાનિકારક હોય તેમ છતાં પણ જલીયાણ ઘી સેન્‍ટરના ફૂડ બિઝનેસ ઓપરેટર પરેશભાઈ રમણિકલાલ કોટકે ઘીની અંદર ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી ભેળસેળ કરી વેચાણ કરતા હોય જેથી ફુડ સેફટી ઓફીસર કે. એમ. રાઠોડ દ્વારા જરૂરી કાર્યવાહી કરી રાજકોટની અદાલતમાં જલીયાણ ઘી સેન્‍ટરના ફુડ બિઝનેસ ઓપરેટર પરેશભાઈ રમણિકલાલ કોટક સામે ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ - ૨૦૦ટકા મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ચાલુ કેસ દરમિયાન માલીક સામેનો કેસ આગળ ચલાવવાની કાર્યવાહી કરેલ હતી અને જે કેસ ચાલી જતાં કોર્ટ દ્વારા તારણ કાઢેલ કે જલીયાણ ઘી સેન્‍ટરના ફુડ બિઝનેસ ઓપરેટર પરેશભાઈ રમણિકલાલ કોટકએ પોતાના ખાધચીજના વેપાર દરમિયાન ખોટી રીતે લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરેલ હોય અને ઘીની અંદર કાયદાથી પ્રતિબંધિત કલર વાપરેલ હોય અને જેના હિસાબે ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ - ૨૦૦%  ની અલગ અલગ કલમોનો ભંગ કરેલ હોય જે અંગે મુળ ફરીયાદીના વકીલશ્રી દ્વારા અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા જે ઘ્‍યાને રાખી આરોપીને તક્‍સીરવાન ઠરાવી સજા તથા દંડ ફરમાવેલ છે. આ કામે રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના એડવોકેટ  જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા.

(4:43 pm IST)