Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ઇન્‍દોરની કંપનીએ મશીનો બદલી આપવા કરેલ ફરીયાદને રદ કરતું ગ્રાહક ફોરમ

રાજકોટ,તા.૨૯: ઇન્‍દોરની હાઇટેક બટરફલાય વાલ્‍વસ કંપનીએ લેથ મશીનો બદલી આપવા અંગે કરેલી ફરીયાદ ઇન્‍દોર કન્‍ઝયુમર કોર્ટે રદ કરી હતી.

 આ કેસની વિગત એવા પ્રકારની છે કે ઈન્‍દોરની હાઈટેક બટરફલાય વાલ્‍વસ કંપનીએ રાજકોટ માં લેથ બનાવતી કંપની પાસે થી જુદી-જુદી પ્રકારના રૂા. ૨૯,૪૦,૦૦૦/- ની કીંમતના લેથ મશીનો ૨૦૧૭માં ખરીદ કરેલ તે અંગે ચેકથી પેમેન્‍ટ કરવામાં આવેલ. સદરહુ લેથ મશીનો ઈન્‍દોર મુકામે ઈન્‍સટોલ કરવામાં આવેલ ત્‍યારબાદ સાત-દીવસ પછી સદરહુ લેથ મશીનમાં પુલ્લી નો પ્રોબલેમ ચાલુ થયેલ મોટર માઉન્‍ટ સ્‍ટેન્‍ડ તુટી ગયા,બેલ્‍ટઅવાર-નવાર લુઝ થઈ ખરાબ થવા લાગેલ અને લેથ મશીનમાં ખુબજ વાઈબ્રેશન થવા લાગેલ જે અંગે ફરીયાદી કંપની એ મૌખીક તથા લેખીત ફરીયાદ કરી અને લેથ મશીનો બદલી આપવા વિનંતી કરેલ તેમજ એક વર્ષનો વોરંટી ગેરેંટી પિરીયડ ચાલુ હોય નવા મશીનોની માંગણી કરેલ. પરંતી સામાવાળા રાજકોટની લેથમશીન બનાવતી કંપનીએ મશીન બદલી આપવા અંગે દરકાર નહી કરતા તેનાથી નારાજ થઈ ફરીયાદી કંપની એ ઈન્‍દોર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ કલમ-૧૨ નીચે ફરીયાદ દાખલ કરી નવા લેથ મશીનો સામાવાળા આપે તેમજ નુકસાની અંગે રૂો ૭૫,૦૦૦/- અલગથી ચુકવી આપે તેવી દાદ માંગતી ફરીયાદ દાખલ કરેલ છે.

આ અંગે ન્‍ઝયુમર કોર્ટની નોટીસ સામાવાળાને બજતા તેમના વતી તેમના એડવોકેટ જીતેન્‍દ્રસિંહ વિ. પરમાર ઈન્‍દોર મુકામે કન્‍ઝયુમર કોર્ટમાં હાજર રહી ફરીયાદીની ફરીયાદ સામે વાંધા રજુ રાખેલ તેમજ સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટ રજુ રાખી રાજકોટ લેથમશીન બનાવતી કંપની વતી વિસ્‍તળત દલીલો કરી  ઈન્‍દોર કન્‍ઝયુમર ફોરમને હકુમતનો બાધ નડતો હોય તેમજ ફરીયાદી ગ્રાહક ની વ્‍યાખ્‍યા માં આવતા નહોય તેમજ લેથ મશીનોમાં ખરાબી હોવાનુ ફરીયાદ પક્ષ શાબિત કરવામાં નિષ્‍ફળ ગયેલ હોવાની રજુઆત કરેલ. જે દલીલો  ફોરમે માન્‍ય રાખી સદરહુ હાઈટેક બટરફલાય વાલ્‍વસ કંપની એ લેથ મશીનો બદલી નવા મશીનો મેળવવા કરેલી ફરીયાદ રદ કરેલ છે.  રાજકોટની લેથ મશીન બનાવતી કંપની તરફે એડવોકેટ જીતેન્‍દ્રસિંહ વિ. પરમાર રોકાયેલ હતા.

(4:42 pm IST)