Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મોદી સરકારના નવ વર્ષ : ભાજપ સરકારની વિવિધ જનહીતકારી યોજનાઓ પ્રજાની વચ્‍ચે લઇ જવાશે : વિશેષ જનસંપર્ક અભિયાન

 રાજકોટ : ‘મન કી બાત'કાર્યક્રમ અંતર્ગત નરેન્‍દ્રભાઈ મોદી દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે ત્‍યારે શહેર ભાજપ દ્વારા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઓડીટોરીયમમાં ‘મન કી બાત' કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્‍ટ કરવામાં આવેલ હતું. ‘મન કી બાત'કાર્યક્રમ બાદ ‘કમલમ' કાર્યાલય ખાતે સોરાષ્‍ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુવરજીભાઈ બાવળીયા, પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્‍ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.  આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલએ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયભરમાં દેશના પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વવાળી ભાજપ સરકારને દેશનું સુકાન સંભાળ્‍યાને ૯ વર્ષ પુર્ણ થતા હોય એક મહિના સુધી વિશેષ જન સંપર્ક અભિયાન યોજાઈ રહયું હોય અનેકવિધ કાર્યક્રમોના આયોજનની રૂપરેખા અને દિશા સૂચન આપતા જણાવેલ કે દેશના -પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં લાખો દેશવાસીઓના આર્શિવાદથી દેશનું સુકાન સંભાળ્‍યુ અને દેશમાં અનેકવિધ લોક કલ્‍યાણકારી અને લોક હીતકારી યોજનાઓ અમલમાં મુકી દેશની દશા અને દિશા બદલાવી છે અને દેશવાસીઓનું જીવન સરળ અને સુવિધાયુક્‍ત બને તે દિશામાં સતત કાર્યરત રહયા છે ત્‍યારે ભાજપ સરકારની વિવિધ જનહીતકારી યોજનાઓ પ્રજાની વચ્‍ચે લઈ જઈ આ યોજનાનો લાભ જન --જન સુધી પહોંચે તે માટે વિશાળ જનસભા, લભાર્થી સંમેલન, ઘર-ઘર સંપર્ક અભિયાન, પ્રેસ કોન્‍ફરન્‍સ જેવા અનેકવિધ કાર્યક્રમો આગામી માસમાં યોજાઈ રહયા છે  આ તકે સોરાષ્‍ટ્ર ઝોનની બેઠકમાં ભરતભાઈ બોઘરાએ પ્રાશંગીક ઉદબોધન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન ઉદય કાનગડએ કરેલ હતું. કાર્યક્રમની વ્‍યવસ્‍થા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ સંભાળેલ. સાંધિક ગીત હરેશભાઈ જોષીએ કરાવેલ. ભોજનની વ્‍યવસ્‍થા અનીલભાઈ પારેખ, રમેશભાઈ જોટાંગીયા, મહેશ રાઠોડ , જીજ્ઞેશ જોષીએ તેમજ રજીસ્‍ટ્રેશનની વ્‍યવસ્‍થા પ્રવીણભાઈ ડોડીયા, રાજન ઠકકર, વિજય મે૨, ચેતન રાવલ, નલહરી, એ સંભાળેલ.

(4:35 pm IST)