Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

સાંસદ-ધારાસભ્‍ય-બુથ સમિતિ-પેઇઝ સમિતિના સભ્‍યથી માંડી તમામ કાર્યકર્તાઓમાં ભારતીની રાષ્‍ટ્રસેવા કરવાનો સમૂહ છે : અલ્‍પેશભાઇ ઢોલરીયા

રાજકોટ જીલ્લા ભાજપ અધ્‍યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા નવનિયુકત જીલ્લા અધ્‍યક્ષ નવનિયુકત હોદેદારોને નવી પ્રગતિ માટે કાર્યકર્તાઓ ઉર્જા આપે તે જ સાચી ભાજપની સંસ્‍કૃતિ છે : ધવલભાઇ દવે * તમામ કાર્યકર્તાઓએ મારા કાર્યકાળ દરમ્‍યાન સહકાર આપ્‍યો તે બદલ આભાર : મનસુખભાલ ખાચરિયા

રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી અલ્‍પેશભાઇ ઢોલરીયાની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી થતા તેઓએ આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ તરીકેનો ચાર્જ વિધિવત સંભાળ્‍યો હતો. આ પ્રસંગે જીલ્લા સંગઠન પ્રભારીશ્રી ધવલભાઇ દવે, પૂર્વ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રીશ્રી મનસુખભાઇ રામાણી, શ્રી નાગદાનભાઇ ચાવડા, શ્રી મનીષભાઇ ચાંગેલા ધારાસભ્‍યશ્રી ડો. મહેન્‍દ્રભાઇ પાડલીયા, પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, કા. ચેરમેનશ્રી સહદેવસિંહ જાડેજા, રાજકોટ યાર્ડ ચેરમેનશ્રી જયેશભાઇ બોઘરા, ર્ર્ જીલ્લા પ્રમુખશ્રી ઙિકે સખીયાએ તેઓને ભાજપ કાર્યાલય ખાતે આવકારી પુષ્‍પગચ્‍ુછ અપર્ણ કરી શુભેચ્‍છાઓ પાઠવીને અલ્‍પેશભાઇ ઢોલરીયાને પ્રમુખપદનો ચાર્જ સોંપ્‍યો હતો. જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ તાલુકાઓમાંથીં મોટી સંખ્‍યામાં હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રસંગે પ્રથમ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વામીતથા સંતગણોએ નવનિયુકત પ્રમુખશ્રી  અલ્‍પેશભાઇ ને તિલક ચાંલ્લો અને મંત્રોચ્‍ચાર કરીને રાજકીય ક્ષેત્રે નિષ્‍ઠાપૂર્વક જવાબદારી સંભાળીને તેઓ ખુબ પ્રગતી કરે તેવા આર્શિવચન પાઠવયા હતા.

આ પ્રસંગે પૂર્વ પ્રમુખશ્રી મનસુખભાઇ  ખાચરિયા રાજકોટ જિલ્લાના નવનિયુકત પ્રમુખશ્રી અલ્‍પેશભાઇ ઢોલરીયાને શુભેચ્‍છા પાઠવતા કહ્યું હતું કે, તેઓ સંગઠનના માહિર છે. સૌને સાથે રાખીને ચાલનારા વ્‍યકિત છે. આજે તેમના નેતૃત્‍વમાં  ગોંડલ માર્કેટીંગ યાર્ડએ ખૂબ વિકાસ કરીને  ખેડુતોને સરકારશ્રીના લાભો અપાવીને ખેડૂતોની આવક બમણી થાય તેવા સતત પ્રયત્‍નોને ેકારણે ગોંડલયાર્ડ આજેગુજરાતમા અગ્રેસર રહ્યું છે. શ્રી અલ્‍પેશભાભઇ સંગઠનમાં બહોળો બનુભવ ધરાવનાર કસાયેલા કર્મઠ કાર્યકર્તાને  નાતે રાજકોટ જિલ્લા ભાજપના  પ્રમુખ તરીકેની તેમની નવી ઇનિંગમા પાર્ટીના સંગઠનનો વ્‍યાપ ખૂબ વધે અને તેઓ રાજકીય તમામ ક્ષેત્રે ખૂબ પ્રથતિ કરે તેવી શુભેચ્‍છાઓ સાથે અંતમાં મનસુખભાઇ ખાચરિયાએ અભિનંદન પાઠવયા હતા.

રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારીશ્રી ધવલભાઇ દવેએ નવનિયુકત રાજકોટ જીલ્લાના પ્રમુખશ્રી અલ્‍પેશભાઇ ઢોલરીયાને કાર્યાલય આગમન પ્રસંગે અભિનંદન આપતા કહ્યું હતું કે, ભાજપમાં પદ નહી પણ જવાબદારી છે. ભાજપનું  સંગઠન વિશ્વમાં નંબર વન છે. ભાજપાનો પ્રત્‍યેક કાર્યકર પરિશ્રમ છે. ભાજપનો કાર્યકર્તા  ભાવનાત્‍મક છે.

જે રાષ્‍ટ્ર સેવાને અગ્ર સમજીને જવાબદારી સમજે છે. કાર્યકર્તા થકી સંગઠન મજબુત બને છે. ભાજપાનું કાર્ય પાંચ ' આધારિત છે. કાર્યકર્તા-કારોબારી-કાર્યાલય-કાર્યક્રમ-કોષ ઉપર રહેલું છે. નવનિયુક્‍ત હોદેદારોને નવી પ્રગતી માટે કાર્યકર્તાઓ ઉર્જા આપે તે ભાજપની સંસ્‍કળતિ છે. જેના કારણે ભાજપનું સંગઠન વટવળક્ષ બન્‍યું છે. અંતમાં અલ્‍પેશભાઈ ઢોલરીયા ખુબ પ્રગતી કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

આ તકે અલ્‍પેશભાઈ ઢોલરીયા (મો.૯૮૨૫૦ ૭૩૨૧૭) એ તેમના સન્‍માનના પ્રત્‍યુતરમાં જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખપદ એ કોઈ હોદો નથી, પાર્ટીની વ્‍યવસ્‍થાના ભાગરૂપે એક જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્‍યેક કાર્યકર જવાબદારીને સેવાનું સાધન સમજીને છેવાડાના માનવીને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે જ તેમનો સંકલ્‍પ હોય છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજીએ મારામાં જે વિશ્વાસ મુકીને પ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપી છે ત્‍યારે ભાજપના તમામ કાર્યકર્તાઓને સૌને સાથે રાખીને સંગઠનનો વ્‍યાપ વધારી આવનારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી લીડથી જીતાડસુ તેવો મારો આજનો સંકલ્‍પ રહેશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજી અને ગળહ પ્રધાનશ્રી અમિતભાઇ શાહ, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી જે.પી.નડ્ડાજી અને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનાના નેતળત્‍વમાં દેશમાં તથા ગુજરાત રાજ્‍યમા અનેકવિધ યોજનાઓ થકી ચો-તરફ વિકાસ થઈ રહ્યો છે. જ્‍યા માનવી ત્‍યાં સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. ભાજપની સરકારના વિકાસના કાર્યોને જન-જન સુધી લઈ જવા પ્રત્‍યેક કાર્યકર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આવનારી તમામ  ચૂંટણીઓમાં ભાજપને જંગી લીડથી જીતાડવા કામે લાગે તેવો અનુરોધ કર્યો હતો.

 આ પ્રસંગે  જિલ્લા ભાજપના નવનિયુક્‍ત પ્રમુખશ્રી અલ્‍પેશભાઈ ઢોલરીયાને અભીનંદન પાઠવવા માટે ધારાસભ્‍યશ્રી ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, કા.ચેરમેનશ્રી સહદેવસિંહ જાડેજા, પૂર્વ જીલ્લા અધ્‍યક્ષશ્રી ડિ.કે. સખીયા, રાજકોટ યાર્ડ ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, પ્રદેશ કારોબારી સભ્‍યશ્રી ચેતનભાઈ રામાણી, શ્રી વી.ડી.પટેલ, શ્રી દિનેશભાઈ અમળતિયા સહીત જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્‍ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્‍ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્‍ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્‍ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્‍તરની સહકારી સંસ્‍થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્‍ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્‍પના સભ્‍ય, જીલ્લા તેમજ મંડલના ઇન્‍ચાર્જ અને સહ-ઇન્‍ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્‍તિકેન્‍દ્ર ઇન્‍ચાર્જ/સહ-ઇન્‍ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્‍થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્‍ય અને મોરચાના કારોબારી સભ્‍ય(ગ્રામીણ અને શહેરી) ઉપસ્‍થિત રહ્યા હતા.

સન્‍માન કાર્યક્રમનું સંચાલન જીલ્લા અગ્રણીશ્રી પ્રફુલભાઈ ટોળિયાએ કર્યું હતું. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્‍યવસ્‍થા કાર્યાલયમંત્રીશ્રી અલ્‍પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડાએ સંભાળી હતી. તેમ રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્‍ચાર્જ અરૂણભાઈ નિર્મળએ જણાવ્‍યું હતું. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:17 pm IST)