Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રૂખડીયાપરામાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાન્ચે ઉકેલયો: આરોપી સુલેમાન પલેજાની ધરપકડ: આરોપીની ભત્રીજીને ગાળો આપવા મામલે હત્યા

હેડકોન્સ. મહીપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. કરણભાઇ મારૂની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ : શહેરના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂખડીયાપરા ખાતે બપોરના આશરે બે વાગ્યાની આસપાસ મયંક શ્રીકાંતભાઇ સીંદે (ઉ.વ. ૨૧ રહે. રેલ્વે સ્ટેશન પાસે રૂખડીયાપરા મ.પરા રાજકોટ)ને કોઇ અજાણી વ્યકિતએ ગળાના ભાગે છરી મારતા ઇજા થતા જેને સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા તેને મરણ ગયેલ જાહેર કરવામાં આવેલ.આ બનાવમાં મરણજનારને ગળાના ભાગે છરી વતી ઇજા કરનાર આરોપી બાબતે કોઇ જ જાહેરાત થયેલ ન હોઇ બનાવ અનડીટેકટ હોઈ જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-૨ દ્વારા અનડીટેકટ ગુનો શોધી સુચના આપતા મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દીયોરા પશ્ચીમ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી. કે. ગઢવી તથા પ્રધ્યુમનનગર પો.સ્ટે. ના પો. ઇન્સ. એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ કરવામાં આવેલ.

આ ગુન્હો બનેલ જે બનાવની સ્થાનીક જગ્યાએ જઇ અને આજુ-બાજુના રહેવાશીઓ તથા મરણજનારના પરિવાર જનોની પ્રાથમીક પુછપરછ કરવામાં આવતા સદરહુ કામે મરણજનાર મયંકભાઇ શિંદેને સુલેમાન અબ્દુલભાઇ પલેજાએ છરી ના ઘા મારેલ હોવાની હકિકત જણાઇ આવેલ હતી.

આ બનાવમાં મરણજનારને સુલેમાન અબ્દુલભાઇ પલેજાએ છરીના ઘા મારી મોત નીપજાવેલ હોઈ જેથી જે રૂખડીયાપરા ખાતે રહેતો હોઇ જેના રહેણાંક મકાન તથા તેના બેઠક ના સ્થળોએ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવેલ પરંતુ મજકુર ઇસમ હાજર મળી આવેલ નહતો. આ શખ્સ સુલેમાન બાબતે તપાસ કરતા આરોપી હત્યાનેવઅંજામ આપી ભાગી ગયેલ હોઈ અલગ અલગ ટીમો તપાસમાં હોઇ જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પો. સબ ઇન્સ. યુ.બી.જોગરાણા તથા તેમની ટીમ સદરહુ શખ્સની તપાસમાં હોઈ ક્રાઇમ બ્રાન્ચના પો. હેડ કોન્સ. મહીપાલસિંહ ઝાલા તથા પો. હેડ કોન્સ. કરણભાઇ મારૂને ખાનગી રાહે હકિકત મળેલ કે આરોપી  સુલેમાન ઉર્ફે ડાડો અબ્દુલભાઇ પલેજા જે માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રીંગ રોડ પર માધાપર ગામ તરફ જવાના રસ્તા પાસે છે. આ હકિકત મળતા તુરતજ પો. સબ ઇન્સ. યુ.બી.જોગરાણા તથા તેમની ટીમ દ્વારા માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રીંગ રોડ તરફ માધાપર ગામ તરફ જવાના રસ્તે જઇ ઇસમ સુલેમાન પલેજાને પકડી પાડવામાં આવેલ છે.

આરોપી વિરુદ્ધ અગાઉ દાતૂ, લૂંટના ગુના નોંધાયા હતા.

આ બપોરના અંદાજે ત્રણેક વાગ્યાના સુમારે બન્યો હતો. ફરીયાદી રાહુલભાઇ તથા મરણજનાર મયંક તથા તેની માતા ઘરે હાજર હતા ત્યારે આરોપી સુલેમાન છરી લઇને મરણજનાર મયંકને કહેલ કે તું મારી ભત્રીજીને કેમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગાળો આપે છે તેબાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા સુલેમાને તેની પાસે રહેલ છરીથી  મયંકને આડેઘડ ઘા મારી ઇજા કરી મોત નીપજાવી નાશી ગયો હતો.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી. કે. ગઢવી, પો. સબ ઇન્સ. યુ.બી.જોગરાણા એ.એસ.આઇ. સી.એમ.ચાવડા, બલભદ્રસિંહ જાડેજા, જે.વી.ગોહીલ, બીપીનદાન ગઢવી, પો. હેડ કોન્સ. મહીપાલસિંહ ઝાલા, અભીજીતસિંહ જાડેજા, કરણભાઇ મારૂ, પ્રદીપસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી પો. કોન્સ, ઇન્દ્રજીતસિંહ ગોહિલની ટીમે કરી હતી. 

(9:21 pm IST)