Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

યુવા ભાજપ નેતા જય બોરીચાના અનોખા લગ્ન

અખબારી-ટેબ્‍લોઇડ આકારની કંકોતરીઃ ભાતીગળ સંસ્‍કૃતિથી લગ્નોત્‍સવઃ ર૧ દીકરીઓના પાલક પિતા બનવા સંકલ્‍પ

રાજકોટ, તા., ૨૯: જેમાડી ગૃપથી ઓળખાતા અનેકવિધ સેવાકીય પ્રવૃતી સાથે જોડાયેલા પોલીસ કર્મી મેહુલભાઇ નાથાભાઇ બોરીચા (ખાંડેખા)ના પુત્ર ચિ. જયભાઇ તેમની સેવાકીય અને રાનજકીય કારકીર્દી સાથે હવે પારીવારીક કારકીર્દીના ભવોભવના તાંતણે બંધાવા જઇ રહયા છે. અ.સૌ. દિનાબેન તથા મેહુલભાઇ નાથાભાઇ ખાંડેખાના સુપુત્ર જયભાઇના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.જયશ્રીબેન તથા નાગાજણભાઇ નાનજીભાઇ સવસેટાના સુપુત્રી ચિ.સોનલ સાથે નિરધારેલ છે. નવદંપતી ચિ.જય અને ચિ.સોનલ એક સાથે એવો પ્રણય લેશે કે ર૧ દિકરીઓને તમામ પ્રકારના કરીયાવર સાથે ઘરલગ્ન કરાવશે એવો સંકલ્‍પ નવદંપતી સાથ ફેરા ફરતા ફરતા ફરશે.
ગુજરાત આહીર સમાજ અગ્રણી નાથાભાઇ ખાંડેખાના વંશસ અને અ.સૌ.દિનાબેન તથા મેહુલભાઇ નાથાભાઇ ખાંડેખાના પુત્ર જયના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.જયશ્રીબેન તથા નાગાજણભાઇ નાનજીભાઇ સવસેટાના સુપુત્રી ચિ.સોનલ સાથે સવંત ૨૦૭૮ મહાસુદ પને શનિવારે તા.પ-ર-ર૦રર વસંત પંચમીના શુભ દિવસે નાગાજણભાઇ નાનજીભાઇ સવસેટા બોરીચા સમાજની વાડી (ભગવતીપરા) ખાતે નિરધારેલ છે. મીઠા મોઢા (ભોજન સમારંભ) તા.૪ ના રોજ સાંજે ૭ વાગ્‍યે કોસ્‍મોપ્‍લેકસ સિનેમા સામે જીનીયસ સ્‍કુલની બાજુમાં રામેશ્વર પાર્ટી પ્‍લોટમાં રાખવામાં આવ્‍યા છે. મંડપ મુહુર્ત શુક્રવારે ૭ વાગ્‍યે રાસ ગરબા શુક્રવારે સાંજે ૮ વાગ્‍યે રાખવામાં આવ્‍યા છે. જયભાઇ મેહુલભાઇ ખાંડેખા (બોરીચા)ના દર્શનાલીભાષી વિજયભાઇ મેહુલભાઇ ખાંડેખા, સ્‍મીત સંજયભાઇ ખાંડેખા, જેસલ સંજયભાઇ ખાંડેખા, પારસ સંજયભાઇ ખાંડેખા, શિવમ વિજયભાઇ ખાંડેખા, જયવીર વિઠ્ઠલભાઇ ખાંડેખા તેમજ મોસાળ પક્ષે હીરાભાઇ રામભાઇ સવસેટા, મકીબેન હીરાભાઇ સવસેટા, જીવણભાઇ હીરાભાઇ સવસેટા, દેવાયતભાઇ હીરાભાઇ સવસેટા હાજર રહેશે. નવદંપતીને આશીવર્ચન આપવા માટે સ્‍નેહાધિન જુગાભાઇ, નાથાભાઇ, છગનભાઇ બાબુભાઇ જુગાભાઇ ખાંડેખા, મેહુલભાઇ નાથાભાઇ ખાંડેખા, સંજયભાઇ નાથાભાઇ ખાંડેખા, વિજયભાઇ છગનભાઇ ખાંડેખા, સંજયભાઇ છગનભાઇ, છગનભાઇ ખાંડેખા, મયુરભાઇ બાબુભાઇ ખાંડેખા, સ્‍વ.માણદેભાઇ જુગાભાઇ ખાંડેખા, અ.સૌ.આલયબેન નાથાભાઇ ખાંડેખા, અ.સૌ.રાજીબેન છગનભાઇ ખાંડેખા, વિજયાબેન બાબુભાઇ ખાંડેખા, દિનાબેન મેહુલભાઇ ખાંડેખા, ફાલ્‍ગુનીબેન સંજયભાઇ ખાંડેખા, લક્ષ્મીબેન વિજયભાઇ ખાંડેખા, ભારતીબેન સંજયભાઇ ખાંડેખા, રેખાબેન વિક્રમભાઇ ખાંડેખા, રિધ્‍ધીબેન મયુરભાઇ ખાંડેખા ઉપસ્‍થિત રહેશે.
 જયભાઇ મેહુલભાઇ ખાંડેખા (બોરીચા)ના લગ્નની કંકોત્રીએ એક આકર્ષણ જગાવ્‍યું છે. સમાજ સેવાનું પ્રતિક એવી ચોથી જાગીર અખબાર જેવી કંકોત્રી બનાવી છે તેના પ્રેરતા છે ગુલાબદાન બારોટ અને હેડલાઇન ન્‍યુઝ પેપરના અનિરૂધ્‍ધભાઇ નકુમ.
વિર સમ્રાટ બોરીચા સમાજની શૌર્યગાથાથી માંડીને તમામ પ્રકારના ગૌરવવંત ઇતિહાસની એક ઝલક આ કંકોત્રી સાથે આપવામાં આવી છે. આ રસપ્રદ ઇતિહાસ બોરીચા સમાજના નવલોહીયા યુવાનો માટે રસપ્રદ બની રહે એવી માહીતી કંકોત્રીમાં પીરસવામાં આવી છે.  ચિ.જયભાઇ અને તેમના ભાવી ભવથાર  ચિ.સોનલના પ્રિ-વેડીંગે પણ અનોખુ આકર્ષણ જગાવ્‍યું હતુ઼. રૂબરૂ ભારતીય, પ્રાચીન અને ગામઠી સંસ્‍કૃતિ મુજબ સજોડે ગાડા પર ભવોભવના સંગાથની સફરે નિકળ્‍યા હતા. આ તમામ અવિસ્‍મરણીય કહી શકાય તેવા દ્રશ્‍યો કેમેરામાં કેદ કરવામાં આવ્‍યા હતા.

 

(4:10 pm IST)