Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સીનીયર સીટીઝન પાસેથી રકમ લઇને આપેલ ચેકરિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ,તા. ૨૯ઃ સીનીયર સીટીઝન પાસેથી લીધેલી રકમ પરત આપવા આપેલો ચેક રીટર્ન થતા ફરીયાદ કોર્ટમાં ફરિયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ નરસિંહનગરમાં રહેતા મોહનભાઇ મનજીભાઇ પરમાર (ઉવ.૭૦)એ તેમના ઓળખીતા વ્યકિત હાર્દિક ડી. દોશી રહે. ૧૮ મિલપરા, રઘુવીર પાર્ક, ભકિતનગર સોસાયટી પાસે, રાજકોટ વાળાને વિશ્વાસે રોકડા રૃા.૪,૬૦,૦૦૦ આપેલા હતા. જે રકમ મોહનભાઇ પરમારે પરત માંગતા બેંક મારફત રૃા.૧,૪૭,૦૦૦ ચુકવી આપેલા અને બાકીની રકમ રૃા.૩,૧૩,૦૦૦ ચુકવવા માટે હાર્દીક ડી.દોશી એ તેમના ખાતાવાળી ધી મહેસાણા અર્બન કો-ઓ. બેંક લી., કાલાવડ રોડ બ્રાંચ, રાજકોટના ત્રણ ચેક આપેલા હતા જે ત્રણેય ચેક મોહનભાઇ પરમારે તેમની બેંકમાં ડીપોઝીટ કરતા સદરહું ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત બાકી રહેતી રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી જે નોટીસ બીજી ગયેલ હોવાં છતા રકમ ન ચુકવતા આ કામના ફરીયાદી સીનીયર સીટીઝન મોહનભાઇ પરમારે વકીલ મારફત હાર્દીક ડી.દોશી સામે ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં આરોપી વિરૃધ્ધ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલશ્રી અતુલ સી. ફળદુ રોકાયેલ છે.

(3:43 pm IST)