Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ઇન્‍સ્‍ટાગ્રામમાં ધાર્મીક સ્‍ટેટસ ડીલીટ કરવા બાબતે સત્‍યજીતસિંહ રાણા સાથે ઝઘડો કરી બાઇકમાં તોડફોડ

કેવડાવાડીમાં પરમ દિવસે યુવાન સાથે ઝઘડો કર્યા બાદ સમાધાન કરવા માટે બોલાવી ડખ્‍ખો કર્યોઃ બાપુનગરના સલીમ દલ સહિત બે સામે ગુનો

રાજકોટ,તા. ૨૯ : કોઠારિયા રોડ પર હુડકો કવાટર પાસે રહેતા યુવાનને ઇન્‍સ્‍ટાગ્રામમાં ધાર્મીક સ્‍ટેટસ બદલાવવા બાબતે બે શખ્‍સોને બોલાચાલી કર્યા બાદ કેવડાવાડીમાં સમાધાન કરવા માટે બોલાવી ડખ્‍ખો કરી યુવાના બાઇકમાં તોડફોડ કરતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટર પાસે રહેતો સત્‍યજીતસિંહ પ્રહલાદસિંહ રાણા (ઉવ.૧૯)એ ભકિતનગર પોલીસ મથકમાં બાપુનગર સ્‍લમ કવાર્ટરમાં રહેતા સલીમ દલ અને તેના મિત્ર સામે ફરીયાદ નોંધાવી છે. સત્‍યજીતસિંહએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે પરમદિવસે પોતાના ઘર પાસે હતો ત્‍યારે સલીમ દલનો ફોન આવેલ અને પોતે ઇન્‍સ્‍ટાગ્રામમાં ધાર્મીક સ્‍ટેટસ રાખ્‍યુ હોય, તે ડીલીટ કરી નાખવા બાબતે બોલાચાલી કરી હતી. બાદ આ મામલે સલીમ દલે પોતાને સમાધાન કરવાનુ કહ્યુ હતુ અને કેવડાવાડીમાં બોલાવતા પોતે કેવડાવાડી શેરી નં. ૨માં અનામીકા કટપીસ નામની દુકાન પાસે મિત્ર સાથે ગયો હતો. ત્‍યાં સલીમ દલ એક એક અજાણ્‍યો શખ્‍સ આવીને ઇન્‍સ્‍ટાગ્રામમાં રાખેલુ સ્‍ટેટસ ડીલીટ કરી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કરવા લાગ્‍યા હતા. તે દરમ્‍યાન ત્‍યાંથી પોલીસની પીસીઆર વાન નીકળતા સલીમ દલ સહિતના શખ્‍સો નાસી ગયા હતા અને ભાગતી વખતે આ શખ્‍સોએ પોતાના બાઇકમાં તોડફોડ કરી હતી. આ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ આર.એન.હાથલીયા તથા રાઇટર ભરતભાઇ જોગીયાએ સલીમ દલ અને એક અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ એનસી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(3:31 pm IST)