Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

કેવડાવાડીમાં તાવ આવ્યા બાદ સરલાબેન વનરાનું મોત

રાજકોટ તા. ૨૯: કેવડાવાડીમાં રહેતાં સરલાબેન કિશોરભાઇ વનરા (કડીયા) (ઉ.વ.૫૫) સાંજે ઘરે બેભાન થઇજતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવા ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરતાં જરૃરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્ર છે. પતિ કિશોરભાઇ છુટક કામ કરે છે. સ્વજનના કહેવા મુજબ એકાદ બે દિવસથી સરલાબેનને તાવ આવતો હતો. ગઇકાલે અચાનક બેભાન થઇ ગયા હતાં અને મોત નિપજ્યું હતું. (૧૪.૬)

(2:58 pm IST)