Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વાહનો સળગાવનારી ટોળકીનું જાહેર સરઘસઃ પોલીસ પુછતાછ વખતે કપડા બગડી ગયા...હાથ જોડીને કહ્યું-ભુલ થઇ ગઇ

ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસે હુડકો ચોકડી, ગોકુલ પાર્ક, તિરૂપતી પાર્ક અને જ્યાં વાહનો સળગાવ્યા હતાં એ સોસાયટીઓમાં લઇ જઇ સરઘસ કાઢી 'કૂકડા' બનાવી કાયદાનું ભાન કરાવ્યું: લોકોના ટોળેટોળા ઉમટ્યા

રાજકોટઃ કોઠારીયા રોડની ત્રણ સોસાયટીઓમાં શનિવાર-રવિવારની રાતે છ શખ્સોની ટોળકીએ ૧૫ ટુવ્હીલર અને એક કારને આગ ચાંપી દઇ ભારે ધમાલ મચાવી હતી. આ ટોળકીના પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો  હરદેવસિંહ જાડેજા (ઉ. ૧૯-રહે. પુનિતનગર), સૂરજ ઉર્ફ સૂરો જબ્બરદાન ગઢવી (ઉ.૨૧-રહે. શિવધામ સોસાયટી-૧, શેરી ૧ કોઠારીયા રોડ), વિુપલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.૨૦-રહે. ગુલાબનગર-૧૦/૨), મુકુંદ ઉર્ફ ગોલુ મંગાભાઇ ઠાકુર (ઉ.૧૯-રહે. મવડી ધરમનગર-૨), જીજ્ઞેશ ઉર્ફ ભયલુ દિનેશભાઇ રાબા (ઉ.૧૯-રહે. આશાપુરાનગર-૧૧) અને એક સગીરને  ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસે ઝડપી લીધા બાદ આગવી ઢબે પુછતાછ કરવામાં આવી હતી. કબ્જો આજીડેમ પોલીસને સોંપાતા ઇન્ચાર્જ પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે આજે આ ટોળકીના સગીર સિવાયના પાંચ શખ્સોનું કોઠારીયા રોડ પરના ફાયર બ્રિગેડ પાસે લાવી ત્યાંથી તેનું સરઘસ કાઢી હુડકો ચોકડી, ગોકુલ પાર્ક, તિરૂપતી સોસાયટી, ગણેશ સોસાયટી અને સોમનાથ સોસાયટીમાં ફેરવી કૂકડા બનાવી આગવી ઢબે જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. જે  લોકોના વાહનો સળગાવાયા હતાં તેની સામે હાથ જોડીને આ ટોળકીએ માફી માંગી હતી. પોલીસની વિશીષ્ટ ઢબની પુછતાછને કારણે આ છએયના કપડા ખરાબ થઇ ગયા હતાં. અંદરો-અંદરના ડખ્ખામાં એકબીજાએ પોતે ચઢીયાતા છે તે દેખાડવા નિર્દોષ લોકોના વાહનોને આગ ચાંપી પિશાચી આનંદ લૂંટનારા આજે પોલીસની કાર્યવાહી સામે રિતસર ભાંભરડા નાંખી ગયા હતાં. હાથ જોડીને ઉભેલા પાંચેય શખ્સો, ઘટના સ્થળ બતાવતો શખ્સ, પોલીસ કાર્યવાહી નિહાળવા ઉમટી પટેલા લોકો અને સળગેલા બાઇક પાસે કઇ રીતે બાઇક સળગાવ્યું તેનું નિદર્શન કરી બતાવતો સૂરજ ગઢવી જોઇ શકાય છે. પી.આઇ. એચ. એમ. ગઢવી, વી.કે. ગઢવી, પી.એસ.આઇ. ડી. બી. ગઢવી, પી.એસ.આઇ. અતુલ સોનારા તથા આજીડેમ પોલીસની ટીમ આ કાર્યવાહીમાં જોડાઇ હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:35 pm IST)