Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગોવિંદ આશ્રમમાં ભાગવત કથાનું સમાપનઃ ધામધૂમથી પાવન પ્રસંગની ઉજવણી કરાઈ

રાજકોટ : ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલવાવ ગૌશાળા ભાવનગર હાઇવે રોડ, આજીડેમથી ૫ કી.મી. આગળ રાજકોટ ખાતે ૧૯ થી ૨૫ ડીસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દરરોજ  નૃસિંહ જન્મ, રામજન્મ, કૃષ્ણ રૂક્ષ્મણી વીવાહ સહિતનાં અલગ અલગ પાવન પ્રસંગોની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી. સપ્તાહ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ભાવિકોએ કથા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.જેમાં કથાના વ્યાસાસને પ્રવકતા ચિંતનભાઇ ડી. પંડ્યા (અકાળાવાળા) શ્રીમદ્ ભાગવત કથાનુ રસપાન કરાવ્યું હતું. કથાને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળના પ્રમુખ વશરામભાઇ લીંબાસીયા, ઉપપ્રમુખ જગદીશભાઇ ટીંબળીયા, મંત્રી હાર્દિકભાઇ આબંલિયા, સભ્ય નિલેશભાઇ આંબલીયા, જગદીભાઇ ઠુંમર, જીતેન્દ્રભાઇ આંબલીયા, મયુરભાઇ ગોંડલીયા, સલાહકાર સમિતીના ડી.પી. વીરાણી, નારણભાઇ સેલડીયા, ભાદાભાઇ કાકડીયા, બાબુભાઇ મોલીયા, કાનજીભાઇ રાણપરીયા, ભગવાનજીભાઇ લીંબાસીયા, બાબુભાઇ મોલીયા, ભીમજીભાઇ કલોલા, સવાભાઇ ઠુંમર સહિતના આગોવાનો, કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત નિરાંત મહિલા મંડળ નવા થોરાળા, નવા થોરાળા મહિલા સેવા સમિતી, કનૈયા રાસ મંડળ સેવા સમિતી, ગઢકાગામ સેવા સમિતી, નવા થોરાળા વાડી સેવા સમિતી, મહિકા ગામ સેવા સમિતી, કાળીપાટ ગામ સેવા સમિતી, ત્રંબા ગામ સેવા સમિતી, ગ્રીનપાર્ક સોસાયટી, ચોકીગામ સેવા સમિતી કથામાં સેવા આપી હતી.

(3:37 pm IST)