Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગૌકથાના ગુંજનથી ગ્રીનલેન્ડ ચોકડી પાવન : રાત્રે રામા મંડળ

વિવિધ કાર્યક્રમો સાથે છેલ્લા એક સપ્તાહથી ગૌવાણી વરસી રહી હતી. કથા શ્રવણ કરી અનેક લોકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યુ : કાલે પૂર્ણાહતી

રાજકોટ તા. ૨૮ : ઓમ વચ્છરાજ ગૌશાળા અને સમસ્ત ગૌપ્રેમી સમાજ દ્વારા ગ્રીન લેન્ડ ચોકડી ખાતે ગત તા. ૨૧ મીથી ગૌકથાનું આયોજન થયુ છે. જેમાં દરરોજ બપોરે ૩ થી ૬ ગૌ કથા વાણી વહે છે. વિશાળ સંખ્યામાં લોકો કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે.

આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે હિન્દુ ધર્મમાં ગાયને માતા તુલ્ય ગણાવવામાં આવી છે. આવી ગૌ માતાઓના કલ્યાણ અર્થે અમોએ ગૌકથાનું આયોજન કર્યુ છે. જેની કાલેે તા. ૨૯ ના પૂર્ણાહુતી થશે.

કથા સ્થળે દરરોજ વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છેે. જે મુજબ રામદેવજી મહારાજનો દર્શની પાટ,ે બાળ વચ્છરાજ આખ્યાન, અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ, ગૌરક્ષ સન્માન સંમેલન, શ્રી રાંદલમાતાજીના ૧૦૮ લોટાનો ઉત્સવ, લોકડાયરો સહીતના કાર્યક્રમો થઇ ચુકયા છે.

દરમિયાન આજે ે તા. ૨૮ ના ગુરૂવારે રાત્રે ૯.૩૦ વાગ્યે હસુભગતનું રામામંડળ રાખેલ છે.

આ કથામાં સર્વશ્રી દેવભુમિ દ્વારકાના શ્રી કુષ્ણદેવ નંદગીરીજી મહારાજ, ગૌગંગા કૃપાકાશી ગોપાલ મણીજી મહારાજ, અવધુત રામાયણી બાપુ, એકલધામ કચ્છથી યોગી દેવનાથ બાપુ, ઠેબચડા આશાપુરા ધામથી મહંતશ્રી પ્રદ્યુમનશ્રીબાપુ, રામઘણ આશ્રમના મહંતશ્રી, મોરબી નાગબાઇમાં મંદિરના શ્રી શીતલ આઇ, મહંતશ્રી સોમીત્રી મહારાજ, જુનાગઢ ત્રિલોકનાથ આશ્રમના શેરનાથ બાપુ, સુર્યા મંદિર જુનાગઢના શ્રી જગજીવનદાસબાપુ, રામ ટેકરી સેવાશ્રમ જેતપુરના શ્રી રામગોપાલદાસ મહારાજ, રાધેશ્યામ ગૌશાળાના શ્રી રાધેશ્યામબાપુ, ગુખેશવર ગૌશાળાના શ્રી રોકડારામ બાપુ, દેરાસરના જૈન મુની શ્રી ધર્મધ્વજ મહારાજે પધારી આશીર્વચનો આપ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ગૌસેવક હસુભગત, મનીષ પટેલ, સેન્જલ મહેતા, જયેન્દ્ર ચંદ્રાવડીયા, જેકી ગજજર, મૌવલીક સુતરીયાા, મિલન સોલંકી, દીવ્યે પટેલ, દિપેશ ગજજર, અલ્પેશ લહેરૂ, પરેશભાઇ તોપન, વિવેક વરસાણી, વિકાસ યાદવ, ગુડુ યાદવ, વિયાસ સોઢા, તેજસ સોલંકી તેમજ ગૌરક્ષાદળ, હિન્દુ યુવા વાહીની, રાષ્ટ્રવાદી સંગઠન, હિન્દુ રામ સેના અને ઓમ વચ્છરાજ ગૌશાળાના કાર્યકરો ગૌપ્રેમીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમા ઁ વચ્છરાજ મહાપુરાણ ગૌ કથા આયોજન સમિતિના આગેવાનો  ગૌસેવક હસુ ભગત (મો.૯૯૭૮૩ ૬૩૩૦૬) સાથે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:34 pm IST)