Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વૃક્ષો હવે બાધા રૂપ?

ઝાડ કાપવા માટે ૩ર અરજીઓઃ ૯ મંજૂર

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ગેરકાયદે વૃક્ષ છેદન કરનારને નોટીસઃ ઝાડ કાપવાની ૭ાા લાખની આવક

રાજકોટ તા. ર૮ :.. 'ગ્લોબલ વોર્મીંગ'ની  ચેતવણીથી નાગરીકોમાં વૃક્ષો ઉછેરવાની જબરી જાગૃતતા આવી અને તંત્ર પણ વૃક્ષારોપણ પાછળ લાખો-કરોડો ખર્ચે છે. પરંતુ  આડેધડ - વૃક્ષારોપણથી હવે વૃક્ષો બાધારૂપ બનતાં હોવાનું ખુલ્યું છે કેમ કે મ્યુ. કોર્પોરેશનનાં ગાર્ડન વિભાગમાં માત્ર ૧ મહીનામાં જ ઝાડ કાપવાની ૩ર અરજીઓ આવી છે જે પૈકી ૯ ને મંજૂરી પણ અપાઇ છે.

આ અંગે ગાર્ડન શાખાના ચોપડે નોંધાયેલ સત્તાવાર વિગત મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં નડતરરૂપ, વૃક્ષો, ડાળીયો કાપવા ની એક મહિનામાં ૩ર અરજીઓ આવી હતી. જેમાં ૯ અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. જયારે ૧૪ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં મંજૂરી વિના વૃક્ષ કાપવામાં આવતા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.

ગાર્ડન શાખા દ્વારા એપ્રીલ થી ડીસેમ્બર સુધીના ૮ મહિનામાં ૭.પ૦ લાખનો વહીવટ ચાર્જ વસુલવામાં આવ્યો છે.

(3:32 pm IST)