Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કરાટેમાં રાજકોટના બાળકો-યુવાઓનો શાનદાર દેખાવ

રાજકોટ :. પ્રેક્ષાવિશ્વભારતી, કોબા ગાંધીનગર મુકામે ગુજરાત સ્ટેટ વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓના કરાટે વીર તથા વીરાંગનાઓએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ જીલ્લાના ફાઈટર કરાટે ટ્રેનીંગ સેન્ટરના ૨૦ કરાટેવીરોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલા ખેલાડીઓમાં ખંભાયતા હિતીક્ષા ગોલ્ડ મેડલ, ભેંસદડીયા જેની ગોલ્ડ મેડલ, મેરજા હેતવી બ્રોન્ઝ મેડલ, ડોબરીયા રીટા બ્રોન્ઝ મેડલ, પારેખીયા કેયુર ગોલ્ડ મેડલ, વડુકીયા પ્રિયાંશ ગોલ્ડ મેડલ, કાલેરીયા ધ્રુવ ગોલ્ડ મેડલ, સેંજવા સ્મિત ગોલ્ડ મેડલ, ભૂત ભાર્ગવ ગોલ્ડ મેડલ, ડોડીયા દિગ્વીજયસિંહ સિલ્વર મેડલ, પંડયા ધ્રુવીલ સિલ્વર મેડલ, વરસાણી મંથન સિલ્વર મેડલ, જયરાજસિંહ ઝાલા બ્રોન્ઝ મેડલ, ફળદુ વાસુ બોન્ઝ મેડલ, ધુલિયા ધેર્ય બ્રોન્ઝ મેડલ, મેરજા હેમલ બ્રોન્ઝ મેડલ, કરડાણી ભવ્ય બ્રોન્ઝ મેડલ, ભાલોડી હેત બ્રોન્ઝ મેડલ, મકવાણા અક્ષદીપ બ્રોન્ઝ મેડલ કુલ ૧૯ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર રાજકોટ જીલ્લાનું ગૌરવ વધારેલ છે. આ તમામ ખેલાડીઓને ટ્રેનીંગ રૂપેશભાઈ વાઘેલા રાજકોટ જીલ્લાના ડાયરેકટરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. ફ્રી ટ્રેનીંગ તેમજ વધુ માહિતી માટે મો. ૯૮૨૫૮ ૭૭૧૦૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:56 pm IST)